કપડવંજ તાલુકાના કાવઠ પાટીયા ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય બાળકોના શિક્ષણ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો દ્વારા જાણીતી બની છે. ત્યારે, પ્રેમવતી 2023 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓના 31 સ્ટોલ બનાવી સરસ મઝાના સ્વાદનો લાભ આપ્યો હતો. જેમાં, દાબેલી, વડાપાઉં, ગુલાબ જાંબુ, બદામ શેક, પફ, દહીંપુરી, લસ્સી, જલેબી ફાફડા વગેરે જેવી વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બનાવી નજીવી કિંમતે વેચાણ કરી બિઝનેસ મેનેજમેન્ટનો પાઠ ભણ્યા છે.
વિદ્યાર્થીઓએ બનાવેલ વાનગીઓનો સ્વાદ માણી પ્રસંશા કરાઈ
તો બાળકોને પ્રોત્સાહિત કરવા આવેલ વાલીગણ તેમજ આજુબાજુ ગામના મુલાકાતીઓ તેમજ મહેમાનોએ વિદ્યાર્થીઓએ બનાવેલ વાનગીઓનો સ્વાદ માણી પ્રસંશા કરી હતી. આ તબક્કે મહેમાનો તેમજ શાળાના ડાયરેક્ટર વિજય પટેલે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ ઉપરાંત, તેમનામાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા તબક્કાવાર આવા કાર્યક્રમ થવા ખૂબ જરૂરી છે. અને સંસ્કાર વિદ્યાલયએ માટે કટિબદ્ધ છે.
મોટા ભાગના સ્ટોલમાં તો એકાદ કલાકમાં જ વાનગીઓ વેચાણ થઈ ગઈ
આ પ્રેમવતી 2023 કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ઉમટી પડેલ જનમેદની જોઈ વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. મોટા ભાગના સ્ટોલમાં તો એકાદ કલાકમાં જ વાનગીઓ વેચાણ થઈ ગઈ હતી. જેથી વિદ્યાર્થીઓએ પણ મુલાકાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.વાનગીઓના સ્ટોલની સાથે, મેથ્સ પઝલ્સ, સરકારી યોજનાની માહિતી, વ્યસન મુક્તિ જાગૃતિ અંદાજે 3 હજાર કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયરેક્ટર વિજય પટેલ (મંત્રી, જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમ) અને ડાયરેક્ટર અલ્પેશ બારોટ, આચાર્ય, ઉમેશ રાણા, ટ્રસ્ટી નરોત્તમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.