પ્લાસ્ટિક મુક્ત બનાવવા પહેલ:નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ હાથ ધરી, 25 કિલોથી વધુ વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કર્યું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુદરતી સ્વચ્છ હવા અને પાણીને આપણે આપણા હેતુસર દુષીત કરી રહ્યા છે. જોકે, આજની યુવા પેઢી જાગૃત બની છે. સરકારે પ્રતિબંધિત કરેલી અમૂક નાની પોલીથીન બેગો‌ હજુ પણ વેચાઈ રહી છે. તેથી રસ્તાના જાહેર માર્ગો પર ગમે ત્યાં પડેલી જોવા મળે છે. નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના B.B.A, M.Comના વિદ્યાર્થીઓએ ત્રિદિવસીય પ્લાસ્ટિક બેગ મુક્ત નડિયાદની પહેલ કરી છે અને રસ્તા તથા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકને એકઠું કર્યું છે. લગભગ 25 કિલોથી વધુ વેસ્ટ પ્લાસ્ટિકને એકત્ર કર્યું છે. જેમાં બેગની સાથે-સાથે પ્લાસ્ટિકની બોટલોનો પણ સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ રીસાઈકલીંગ માટે લઈ જવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ સુધી 8 કલાક સુધી પરિશ્રમ કર્યો
વિદ્યાર્થીઓમા શિક્ષણના સિંચનની સાથે-સાથે કુદરતની જાળવણી અંગે હંમેશા કાર્યરત નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી B.B.A, M.Comના વિદ્યાર્થીઓએ NSS પ્રોગ્રામ હેઠળ ત્રિદિવસીય અનોખી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ખાસ અભિયાન હાથ ધરાયું હતું. 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં દરરોજ વિદ્યાર્થીઓએ કોલેજ પાસે આવેલા શહેરના 3 પોશ વિસ્તાર જેમાં કોલેજ રોડ, કેનાલ વિસ્તાર અને વાણીયાવડ વિસ્તારમાંથી રસ્તા પર પડેલી વેસ્ટ પોલીથીન બેગને એકઠી કરી હતી. લગભગ 20 વિદ્યાર્થીઓએ અલગ-અલગ 4 જેટલી ટીમ બનાવી ત્રણ દિવસના સતત 8 કલાક સુધી પરિશ્રમ કરી આ અભિયાનને વેગવંતુ કર્યુ છે.

સૌ વિદ્યાર્થીઓેને આ કામગીરી માટે બિરદાવ્યા
પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત નડિયાદને વેગ વધારવા કોલેજ પરિવારે આહ્વાન કર્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટાર એમ.આર.ભાવસાર, યુનિવર્સિટીના એનએસએસ કો-ઓર્ડીનેટર ડો.લક્ષ્મી દેસાઈ, પ્રોફેસર ડો.દિપ્તાશુ ભટ્ટ અને ખાસ વેરીફીકેશન માટે કલેક્ટર કચેરીમાંથી આવેલા પ્રકાશ ગોહિલે સૌ વિદ્યાર્થીઓને આ કામગીરી માટે બિરદાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...