કાર્યવાહી:મોઘરોલી સ્થિત પેટાકંપનીના ડિરેકટરની આકરી પૂછપરછ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં ડિજિટલ કૌભાંડમાં પોલીસ કાર્યવાહી
  • સ્ટેટમેન્ટ, ડેટા, આઇડી, પૈસા અંગેની તપાસ

નડિયાદમાં લોભામણી સ્કીમમાં ફસાયેલા નાગરિકોને ડિજિટલ ટેકનોલોજી પ્રા.લી ઓફિસમાં હોબાળો કર્યો હતો. નાગરિકોએ ડેટા એન્ટ્રીના વ્યવસાયમાં રોકેલા નાણાં પરત ન મળતાં વાત વણસી હતી. આ બાદ પોલીસે કંપનીના માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા, તેની પત્ની અને પેટા કંપનીઓના ડિરેકટરને જેલ હવાલે કર્યા છે.

ત્યારે નડિયાદ તાલુકાના મોઘરોલીના ડિરેકટરની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ ટીમ પેટાકંપનીઓ સ્ટેટમેન્ટ અંગેના ખુલાસા, ડેટા, આઇડી, પૈસા અંગેની તપાસ હાથ ધરી છે. પોલીસે અગાઉ ડભાણના હર્ષાંગ પટેલની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલી આપ્યો છે. આ અંગે જાણવા મળ્યા અનુસાર કંપની દ્વારા ડિજિટલ ટેકનોલોજી પ્રા. લિના નેજા હેઠળ આશરે 28 જેટલી પેટાકંપની આપી હતી. આ તમામ પેટા કંપનીના ડિરેક્ટર પોલીસે નોટિસ આપી છે. જે તમામની પૂછપરછ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...