લોખંડના પાટાની ચોરી:મહેમદાવાદ GEB ડિવિઝનના કંમ્પાઉન્ડમા મૂકેલા લોખંડના પાટાની ચોરી, 3 તસ્કરો અને પાટા ખરીદનાર પોલીસના હાથે ઝડપાઇ ગયા

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદમાં GEB ડિવિઝનના કંમ્પાઉન્ડમા મૂકેલા લોખંડના પાટાની ચોરી થઈ છે. જોકે ચોરી કરનાર 3 તસ્કરો અને પાટા વેચાણ રાખનાર મહેમદાવાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે. સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

3 વ્યક્તિઓએ ચોરી આચરી
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા 49 વર્ષીય અરુણકુમાર મોતીદાસ શર્મા પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલા છે. અને તેઓ કોન્ટ્રાક્ટ પર કામ મેળવી ગુજરાન ચલાવે છે. અરુણકુમારને છેલ્લા 5 વર્ષથી ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આવેલ જીઈબી ડિવિઝનના ફેબ્રિકેશનનું કોન્ટ્રાક્ટ ચાલે છે. ગતરોજ તેઓ જીઈબીની ઓફિસે હાજર હતા. તે સમયે મહેમદાવાદ પોલીસના માણસો જીઈબી ડિવિઝન ઓફિસે 4 વ્યક્તિઓને લઈને આવ્યા હતા. અને તેમાંના ત્રણ વ્યક્તિઓએ ગત છ જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે જીઇબી ડિવિઝનના ઓફિસના કમ્પાઉન્ડમાં આવેલા વર્કશોપની અંદર પડી રહેલા લોખંડના પાટા ચોરી કરી ગયા હોવાની વાત પોલીસે જણાવી હતી.

110 નંગ જેટલા લોખંડના પાટા ઓછા હોવાનું માલૂમ પડ્યું
જેથી અરુણકુમારે કમ્પાઉન્ડમાં પડી રહેલા લોખંડના પાટાની ગણતરી કરતા તેમાંથી 110 નંગ જેટલા લોખંડના પાટા ઓછા હોવાનું માલુમ પડ્યું હતું. અને પોલીસના હાથે પકડાયેલા નીરજકુમાર સિયારામદાસ તાતી, અજય કુમાર સરજુકદાસ શર્મા, મનોહર દાસ બાપુજી દાસ તાતી (તમામ રહે. મુળ બિહાર, હાલ રહે.જીઈબી બોર્ડ મહેમદાવાદ)એ 6 જાન્યુઆરીના રોજ ચોરી આચરી હતી. તો આ ચોરીનો મુદ્દામાલ મહેમદાવાદ ખાતે રહેતા આસિફભાઇ ઉસ્માનગની મન્સૂરીએ વેચાણ રાખ્યો હતો. આમ પોલીસે કુલ ચાર સામે આઈપીસી 379 મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...