કાર્યવાહી:28 દિ’માં ત્રીજીવાર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13ની અટકાયત કરી 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ તાલુકાના વડતાલ ઇન્દિરાનગરી પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજીલન્સ ટીમે બાતમી આધારે દરોડો પાડયો છે. આ બનાવમાં કુલ 13 વ્યક્તિની અટકાયત કરી કુલ રૂ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ વિજીલન્સ ટીમ ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે વડતાલ ઇન્દિરાનગરી વિસ્તાર પાછળ આંક ફરકનો જુગાર કેટલાક વ્યક્તિઓ રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ ટીમે ગુરૂવારે રાત્રે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં ભીખાભાઇ પરમાર, નંદાબેન પરમાર,સુરેશભાઇ પરમાર, અશોકભાઈ પરમાર, જયેશકુમાર પરમાર, રાજેશભાઇ જાદવ, સુરેશભાઇ દેવીપૂજક, અભેસિંગ પરમાર,વિજયભાઇ ઠાકોર, જીતુભાઇ ચૌહાણ, સુરેશભાઈ ચારેલ, સુરેશભાઇ પરમાર, રામભાઇ બારીયાને ઝડપી પાડયા હતા.

ઉપરોક્ત તેર વ્યક્તિની અંગઝડતી કરતા રોકડ રૂ 19, 270, મોબાઇલ ફોન નંગ-8 કિ રૂ 4 હજાર મળી કુલ રૂ 23, 270 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે સ્ટેટ વિજીલન્સ ટીમની ફરિયાદ આધારે ચકલાસી પોલીસ 13 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...