ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે મહિસાગર જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે વિરપુર-લિમડીયા રોડ ઉપર આવેલા ગલ્લાઓની આડમાં આંક ફરકનો જુગાર રમાઈ રહ્યો છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે એક ઇસમ બુક-પેન લઇ બેઠો હતો જ્યારે અન્ય ઇસમો ઉભા હતા.
પોલીસ ટીમે સિકંદરભાઈ મહંમદભાઇ નાકેદાર, ઇમરાનભાઇ શેખ, અબ્દુલકૈયુમ અહેમદભાલ ધાંચી, કાલુભાઇ અબ્બાસભાઈ શેખ, ઐયુબભાઈ અબ્બાસભાઈ શેખ, વિનુભાઇ ભૂરાભાઇ વાળંદ, સતારભાઈ રસુલભાઇ ચૌહાણ, હિંમતસિંહ કાળુસિંહ બારૈયા, મુસ્તાક મહંમદ ચૌહાણ, ઐયુબભાઇ અહેમદભાઇ શેખ અને જવેરભાઇ પૂજાભાઇ ખાંટને ઝડપી પાડયા હતા.
પોલીસ ટીમે અગિયાર વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂ 16, 990, મોબાઇલ ફોન નંગ-6 કિ રૂ 7500,પ્લાસ્ટીકની ખુરશી નંગ-1 કિ રૂ 100 મળી કુલ રૂ 24,594 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આંક ફરકનો જુગાર રમાડતો રફિકભાઈ સત્તારભાઈ શેખ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે સ્ટેટ વિજીલન્સ ટીમની ફરિયાદ આધારે વીરપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.