સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ:નડિયાદના વડતાલમાં દારૂના વેપલા પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બે શખ્સને ઝડપી પાડ્યા, બે ફરાર

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂનો જથ્થો પૂરો પાડનાર અને વેચાણ કરનાર વચ્ચે જેલમાં મિત્રતા થયા બાદ દારૂનું નેટવર્ક ગોઠવાયું
  • આસપાસના લોકોને પણ આ દારૂ વેચાણના ધંધામાં હોમતા હતા

ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં ગતરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ઇંગ્લિશ દારૂના ધીકતા ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને અહીંયાથી 8 હજાર ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ મળ્યો છે. પરંતુ સમગ્ર વેચાણ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે ચાર પૈકી બે આરોપીઓને ઝડપી લેવાયા છે. તો અન્ય બે ફરાર છે. પોલીસની પૂછતાછમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં પકડાયેલો એક આરોપી દારૂનો ધંધો ચલાવી વેચાણ કરે છે અને આ દારૂનો જથ્થો પૂરો પાડનાર વચ્ચે જેલમાં મિત્રતા થઈ હતી. એ બાદ દારૂનુ નેટવર્ક ગોઠવી અંજામ અપાતો હોવાનું જાણવા મળ્યું છે આટલું જ પૂરતું નહીં પરંતુ અઠવાડિયાના 700 રૂપિયા નક્કી કરી આસપાસના લોકોને પણ આ દારૂ વેચાણના ધંધામાં લવાતા હોવાની કેફીયત બહાર આવી છે.

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે ગતરાત્રે ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વડતાલ ખાતેના કિશોરપુરામાંથી દારુના વેચાણના નેટવર્ક પર તરાપ મારી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે, નડિયાદ તાલુકાના વડતાલ ગામે કિશોરપુરા વિસ્તારમાં રહેતો શૈલેષ ઉર્ફે ગીધો જગદીશભાઈ પરમાર અને તેનો સગોભાઈ સંજય પરમાર પોતાના ઘરે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરાવે છે. જેથી પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કિશોરપુરામા છાપો માર્યો હતો.

આ દરમિયાન બે ઈસમો પકડાઈ ગયા હતા. જેમાં તેઓએ પોતાના નામ શૈલેષ ઉર્ફે ગીધો જગદીશભાઈ પરમાર અને સાગર ગોરધન ભાઈ પરમાર (બન્ને રહે. કિશોરપુરા, વડતાલ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ બંને ઈસમ પાસેથી એક બેગની અંદરથી બીયર ટીન નંગ 75 કિંમત રૂપિયા 8 હજાર 340 તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 11 હજાર 140નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આબાદ વ્યવસ્થિત ચાલતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં પકડાયેલા શૈલેષ ઉર્ફે ગીધો જગદીશભાઈ પરમાર જણાવ્યું હતું કે, તે પોતાના સગાભાઈ સંજય પરમાર સાથે આ દારૂના વેચાણનો વેપલો કરે છે. વધુમાં જણાવ્યું હતું કે તે લગભગ પાંચ વર્ષથી આ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે. અગાઉ તે પ્રોહિબિશનના કેસમાં જેલમાં સજા ભોગવતો હતો ત્યારે તેની મુલાકાત રાજનગરના બુટલેગર દિલીપ લક્ષ્મણભાઈ પરમાર સાથે થઈ હતી અને એ બાદ બંને વચ્ચે મિત્રતા થતા દારૂના નેટવર્કની ગોઠવણી કરાઈ હતી. દિલીપ પરમાર પોતે દારૂનો જથ્થો લઇ આવતો અને શૈલેષ તથા સંજય બંને તેનું વેચાણ કરતા હતા. દિલીપ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવતો તે શૈલેષને પણ જાણ નહોતી.

આ નશીલા પદાર્થના વેચાણમાં શૈલેષ અને તેનો ભાઈ આસપાસના લોકોને પણ વેચાણના ધંધામાં સામેલ કરતા હતા. અઠવાડિયાના 700 રૂપિયા આપી આસપાસ રહેતા યુવા લોકોને આ ધંધામાં સામેલ કરતો હતો. તેવી હકીકત પકડાયેલા આરોપી સાગર ગોરધનભાઈ પરમારે પોલીસ સમક્ષ જણાવી છે. આમ સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે કુલ ચાર ઈસમો સામે પ્રોહિબિશનનો ગુનો નદી વધુ તપાસ હાથ ધરી દીધી છે. તો બીજી બાજુ સમગ્ર દારૂ પ્રકરણમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...