બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ધો.10 માં બેઝિક ગણિતના પેપરમાં આજે 871 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે. બોર્ડના ચોપડે ખેડા જિલ્લામાં બેઝિક ગણિતના વિષયમાં કુલ 27505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી કુલ 26634 એ પરીક્ષા આપી હતી. જોકે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ બેઝિક ગણિતના મામલે વિદ્યાર્થીઓમાં ડર રહેતો હોય છે.
જેના કારણે તેઓ ઘણીવાર ડ્રોપ પણ લેતા હોય છે. પરીક્ષાના ડરના કારણે બોર્ડની પરીક્ષામાં ઘણીવાર આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. બીજી તરફ ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર હતુ. જેમાં 105 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધો.12 માં ખેડા જિલ્લામાં 9054 વિદ્યાર્થીઓ એ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો હતો. જેમાંથી 8949 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મુખ્ય વિષયના પેપરોમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર ગેરહાજરી શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે. જ્યારે ધો. 11, 12માં સ્ટેટ, એકાઉન્ટમાં નબળા રહેતા વિદ્યાર્થીઓ પોતાનો વિષય બદલીને ભૂગોળ જેવા વિષય રાખતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.