પુત્રની નજર સામે જ પિતાનુ મોત:ઠાસરાના ઓરંગપુરા પાસે ST બસે ત્રિપલ સવાર બાઇકને ટક્કર મારી, કરીયાણુ લઈને આવતા પિતાનું પુત્રની નજર સામે જ મોત

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઠાસરા પંથકમાં પુરપાટે આવતી ST બસની ટક્કરે ત્રિપલ સવારી બાઇરને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે પરિવારના મોભીનુ મોત નિપજ્યું છે. પુત્રની નજર સામે જ પિતાનુ મોત નિપજતાં પરિવારમા ભારે આક્રંદ છવાઈ ગયો છે. સમગ્ર મામલે એસટી બસના ચાલક સામે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ઠાસરા ખાતે બજારમાં અનાજ કરિયાણું લેવા ગયા હતા
ઠાસરા તાલુકાના એકલવેલું ગામે રહેતા 18 વર્ષિય પ્રકાશકુમાર અમરસિંહ પરમારના કુટુંબી સાળો મેહુલકુમાર મહેન્દ્રભાઈ સોલંકી (રહે.મનોહરજીના મુવાડા, ફાગવેલ)એ ગતરોજ એકલવેલુ ગામે આવ્યા હતા. મેહુલ પોતાનું બાઇક નંબર (GJ-07-ED-4476) ચલાવીને અહીયા આવ્યો હતો. ગતરોજ સાંજના સમયે ઉપરોક્ત બાઇક લઈને મેહુલ તથા પ્રકાશ અને પ્રકાશના પિતા અમરસિંહ રત્નાભાઇ પરમાર એમ ત્રણેય લોકો ઉપરોક્ત બાઇક લઈને ઠાસરા ખાતે બજારમાં અનાજ કરિયાણું લેવા ગયા હતા. અને આ અનાજ કરિયાણું લઈને પરત પોતાના ગામે એકલવેલું આવી રહ્યા હતા ત્યારે ઉપરોક્ત બાઇક પ્રકાશકુમાર પરમાર ચલાવતા હતા.

બાઇક ચાલક અને પાછળ બેઠેલા લોકો રોડ પર પટકાયા હતા
આ ત્રણેય લોકો ઉપરોક્ત બાઇક લઈને ઠાસરાના ઓરંગપુરા ગામની સીમમાંથી મોડી સાંજેથી પસાર થતા હતા તે સમયે સામેથી પુરપાટે આવતી એસટી બસ નંબર (GJ-18-Z-4433)એ ટક્કર મારી હતી. આથી ત્રિપલ સવારી આ બાઇક ચાલક અને પાછળ બેઠેલા લોકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ની મદદથી ત્રણેય વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમરસિંહ રત્નાભાઇ પરમારનુ ટૂકી સારવાર બાદ મોત નિપજ્યું છે. આ અકસ્માત સંદર્ભે પ્રકાશકુમાર પરમારે ઠાસરા પોલીસમાં ઉપરોક્ત એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...