ચરોતરનું ગૌરવ:SP યુનિવર્સિટીના સેનેટ સભ્યની AMA- IMAના પ્રતિનિધિ તરીકે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સમાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે પસંદગી કરાઈ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે રહેતા અને વિદ્યાનગર ખાતેની કોલેજમાં આચાર્ય તરીકેની સેવા બજાવતાં ડૉ.કે. બી રાવે નડિયાદ સહિત સમગ્ર ખેડા આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ડૉ.કે. બી રાવની મેનેજમેન્ટ એસોસિએશન AMA- IMAના પ્રતિનિધિ તરીકે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સમાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ચરોતર વિસ્તારમાંથી એકમાત્ર વ્યક્તિની પસંદગી
સાક્ષરનગરી નડિયાદના રહેવાસી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તથા સ્પેક કોમર્સ કોલેજ વિદ્યાનગર ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા ડૉ.કે. બી રાવની મેનેજમેન્ટ એસોસિએશન AMA- IMAના પ્રતિનિધિ તરીકે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સમાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે સાથે જાન્યુઆરી 2023માં અમેરિકાના લાસ વેગાસ-નવાડા ખાતે યોજાનારી CES- 2023માં પણ ભાગ લેવા ખાસ ડેલીગેટ તરીકે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતું. ચરોતર વિસ્તારમાંથી એકમાત્ર વ્યક્તિની પસંદગી થવા બદલ અને આ સિદ્ધિ મેળવી ચરોતર ક્ષેત્રનું ગૌરવ ડો.કે. બી રાવની વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...