ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા:ખેડામાં ભરચક વિસ્તારમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1.25 લાખના મુદ્દામાલની ચોરી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વ્યાપક બની રહ્યા છે. હવે તો તસ્કરો ધોળા દિવસે પણ બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરી રહ્યા છે. ગતરોજ રવિવારે ખેડામાં ભરચક વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા હતા. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી 1.25 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. સમગ્ર મામલે મકાન માલિકે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઘરના સભ્યો બહાર કામ અર્થે ગયા હતા
​​​​​​​
ખેડા ખાતે અંબિકા કોમ્પ્લેક્સના મકાન નંબર એ 103માં રહેતા હરીશભાઈ રસિકભાઈ પટેલ પોતે ઈલેક્ટ્રીક્સની દુકાન ધરાવે છે. તેઓની આ દુકાન કોમ્પ્લેક્સના આગળના ભાગે જ છે. ગાતરોજ તેમની પત્ની જયશ્રીબેન બપોરના બે વાગ્યાના સુમારે પોતાના સંબંધી ગુજરી ગયા હોવાથી પોતનુ મકાન બંધ કરી અહીયા નજીક આવેલા ફોર્મમાં ગયા હતા. પોણા ત્રણ વાગ્યાની અરસામાં તેમનો દીકરો મનન પોતાના ઘરે આવેલો હતો. આ દરમિયાન ઘરની સ્ટોપર તો મારેલ હતી પરંતુ તાળું મારેલ નહોતુ મનને તુરંત પોતાના પિતા હરીશભાઇને આ અંગે જાણ કરી હતી.
સાત તોલા સોનુ અને ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર
આ પછી હરીશભાઈ દોડતા દોડતા પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. જ્યાં ઘર ખોલી જોતા ઘરમાં તિજોરીનો સરસ સામાન તથા કપડા વેરવીખરેલ હાલતમાં પડ્યા હતા. ઉપરાંત લોકર પણ તૂટેલી હાલતમાં બહાર પડ્યુ હતું. બીજા રૂમમાં આવેલ કબાટ પણ ખુલ્લું હતું. આથી ભાઈને પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા તેમની પત્નીના આશરે સાતેક તોલા જેટલા સોના ચાંદીના દાગીના તેમજ તેમની દીકરીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ 25 હજારના મત્તાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે તુરંત મકાન માલિકે ખેડા ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવી મકાન માલિક હરીશભાઈ પટેલની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...