ચોરી:નડિયાદના કણજરીમા ફેક્ટરીની ઓરડીમાંથી 75 હજારનો મુદ્દામાલ ઉઠાવી તસ્કરો ફરાર

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના કણજરી ગામે રોડ પર આવેલ એક ફેક્ટરીની ઓરડીના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ અહીયાથી વિવિધ લોખંડની સામગ્રી આશરે 1500થી 1700 કીલો વજનની કિંમત રૂપિયા 75 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

લોખંડના સળિયા તથા ફર્માની રીંગોની ચોરી
નડિયાદમાં આઈજી માર્ગ પર રહેતા 63 વર્ષીય યોગેશભાઈ અરવિંદભાઈ પટેલની પાર્થ સ્પન પાઈપ નામની ફેક્ટરી કણજરી ગામે આવેલ છે. અહીંયા આરસીસી પાઇપ તથા સિમેન્ટ આર્ટીકલ્સ બનાવવાની ફેક્ટરી છે. ગત 6 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની ફેક્ટરી બંધ કરી સાંજે પોતાના ઘરે આવ્યા હતા. આ બાદ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ આ ફેક્ટરીને નિશાન બનાવી અંદર ચોરી કરી છે. ફેક્ટરીમાં આવેલ ઓરડીના દરવાજાનો નકુચો તોડી ઓરડી અંદર મુકેલ વાયર બંડલ તથા એક મીટરના લોખંડના સળિયા તથા ફર્માની રીંગો મળી આશરે લોખંડની સામગ્રી 1500થી 1700 કીલો વજનની કિંમત રૂપિયા 75 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ચોરી અંગે ફેક્ટરીમા કામ કરતા કર્મીએ શેઠને જાણ કરી
બીજા દિવસે સવારે અહીંયા કામ કરતા કર્મીને ચોરીની જાણ થતા તેઓએ ફેક્ટરીના માલિકને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ફેક્ટરીના માલિક યોગેશભાઈ પટેલ તુરંત બનાવ સ્થળે દોડી આવી સમગ્ર ઘટના સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...