વાદવિવાદ:પાંજરૂં થાંભલે બાંધેલ હોવાથી લાઇટ જતી રહે છે કહીં ઝઘડો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરીંગ ચેક કરાવી લો કહેતાં વાત વણસી

મહેમદાવાદના અમરાપૂરા ડેરી પાસે રહેતા કિશનભાઇ ચૌહાણ પરિવાર સાથે રહે છે. તા.5 જૂનના રોજ પરિવાર સાથે હાજર હતા તે સમયે પડોશમાં રહેતા કાકા રુમાલભાઇ કિશનભાઇના પિતા સોમાભાઈને કહેલ કે તમે કબુતરનુ પાજરુ લાઈટના થાંભલે બાંધેલ છે તેના કારણે મારા ઘરે વારંવાર લાઇટ બંધ થઇ જાય છે, જેથી સોમાભાઇએ કહેલ કે અમે પાંજરૂ છોડી લીધુ છે તમે ઘરનુ વાયરીંગ ચેક કરાવી લો તેમ કહેતા રુમાલભાઇ ઉશ્કેરાઇ જઇ હાથમાં ધારીયુ લઇ આવી ગમે તેમ ગાળો બોલી સોમાભાઇને હાથના ભાગે માર્યુ હતુ.

જેથી બૂમાબૂમ થતા પરિવારના સભ્યો દોડી આવી સુશીલાબેનને હાથમાં વાગ્યુ હતુ.આ બાદ રુમાલભાઇ ધારીયુ લઇ જતા રહ્યા હતા. આ બનાવ અંગે કિશનભાઇ સોમાભાઇ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે રુમાલભાઇ બુધાભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...