ભાગવત સપ્તાહનો આરંભ:ખેડાના રઢુ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો, આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નિકળી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કથા સાંભળવા ગ્રામજનો સહિત આસપાસના લોકો ઉમટ્યાં
  • ઉમેશભાઈ શાસ્ત્રી મહેળાવાળા વ્યાસપીઠ પર બેસી કથાનું સુંદર રસપાન કરાવશે

શ્રીમદ ભાગવત કથા એ પરમાત્માનું ચિંતન દિવ્ય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત કથા પૂર્વે પોથીયાત્રા થાય છે. ખેડાના રઢુ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો. આ પહેલા પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

પૂજ્ય રામદાસજી મહારાજના આર્શીવાદ સાથે શ્રી સંતરામ મંદિર રઢુ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આ સપ્તાહમાં ભાગવતચાર્ય પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રી મહેળાવાળા વ્યાસપીઠ પર બેસી કથાનું સુંદર રસપાન કરાવશે. ભાગવત સપ્તાહ પૂર્વે ભાગવતજીની ભવ્યતિભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમા કળશ, ધ્વજદંડ સાથે રઢુ ગામના રાજમાર્ગો પર આ પોથીયાત્રા ફરી હતી.

આ ઉપરાંત પૂજ્ય લક્ષ્મણદાસ મહારાજ તથા પૂજ્ય સેવાદાસજી મહારાજના ફોટો પ્રતિમાની પ્રતિષ્ઠા થશે. આ શોભાયાત્રામાં ઉમેશભાઈ શાસ્ત્રી, કોયલી સંતરામ મંદિરના મહંત રઘુનાથદાસજી મહારાજ, પાદરા સંતરામ મંદિરના મોહનદાસજી મહારાજ, સંતરામ ગાદીના સંતો તેમજ ડાકોરથી સંતો પધાર્યા હતા. આ પોથીયાત્રામાં બગીઓ તથા કળશ સાથે બહેનો ઢોલ નગારા સાથે પૂરા રઢુ ગામમાં ભવ્યાતી ભવ્ય પોથીયાત્રા સંપન્ન થઇ હતી.કથા સાંભળવા ગ્રામજનો સહિત આસપાસના લોકો ઉમટ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...