જરૂરીયાતમંદોને સહાય:ખેડા જિલ્લામાં 100થી વધુ જરૂરીયાતમંદોને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વસ્ત્રદાન કરાયું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેટલીક સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ ગરીબ પરિવારોના વહારે આવી રહી છે. ગરીબ પરિવારની પણ દિવાળી સુધરે તેવો પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ હેતુસર ખેડા જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને 100થી વધારે સર્વ સમાજના જરૂરીયાત મંદોને વસ્ત્રનું દાન આપવામાં આવ્યું હતું.

સંસ્થાએ માનવતા પ્રસરાવી
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) ખેડા જિલ્લા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ સમાજને ધ્યાનમાં રાખી વસ્ત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ 100થી વધારે સર્વ સમાજના પરિવારોને વસ્ત્રનું દાન કરાયું હતું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-રાજ્યકક્ષા ખેડા જિલ્લા અગાઉ પણ સર્વ સમાજને ધ્યાનમાં રાખી સમાજ હિત માટે કાર્યક્રમનું આયોજન કરતું રહ્યું છે. ત્યારે સમાજના દરેક વ્યક્તિ તહેવાર હર્ષો-ઉલ્લાસથી ઉજવી શકે તે હેતુસર આ સંસ્થાએ માનવતા પ્રસરાવી છે. આ સંસ્થા દ્વારા ખેડા જિલ્લાના 10 તાલુકામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...