નડિયાદમાં આવેલા એસટી સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યાં છે. જેના કારણે મુસાફરોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી આવી સ્થિતિ રહેતા રોજીંદા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. એસ.ટી.તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલા એકમાત્ર જૂના એસટી સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાઈ રહી છે. આ ગટરના ગંદા પાણી એટલી હદે ઉભરાઈ રહ્યા છે કે બસ સ્ટેન્ડમા ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. જેના કારણે ચાલતા આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને સિનિયર સિટીઝનોને ન છુટકે આવા ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે.
બસ સ્ટેન્ડમાં બીલકુલ કંટ્રોલ ઓફિસની સામે છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાઇ રહી છે. મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બસમાં ચઢવા માટે પણ ગંદા પાણીમાં થઇને જવુ પડે છે. આથી કેટલાક મુસાફરોના કપડાં પણ બગડથા હોય છે. વહેલી તકે ગટરની સાફ-સફાઇ કરવામાં આવે અને ચોક અપ લાઈનને ખુલ્લી કરે તેવી માંગ મુસાફરો કરી રહ્યાં છે. આ સાથે સાથે બસ સ્ટેન્ડનો રોડ પણ અતિબિસ્માર હાલતમાં છે તો તેને પણ રીપેર કરાવવા માંગ ઉઠી છે. માથે જ ચોમાસુ છે ત્યારે આ મામલે પણ તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તેમ મુસાફરો ઈચ્છી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.