માનવતાભર્યો નિર્ણય:નડિયાદ સ્થિત જિલ્લા જેલમાં બંધ સાત કેદીઓ પરિવાર સાથે દિવાળી મનાવી શકે તે માટે પેરોલ પર મુક્ત કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમાજમાં ભૂલથી થયેલી ભૂલોના પ્રાયશ્ચિત માટે જેલ છે, ખેડા જિલ્લાની જિલ્લા જેલ બીલોદરા ખાતે સજા ભોગવતા કેદીઓ પૈકી 7 કેદી ભાઈ બહેનોને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદી ભાઈ બહેનો પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર મનાવી શકે માટે 15 દિવસના પેરોલ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

નડિયાદ જિલ્લા જેલ અધિક્ષક બી.કે. હાડાએ તમામને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી
આજે રવિવારના રોજ ગુજરાત સરકારના હુકમ અન્વયે અને અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ (જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી) તથા જિલ્લા મેજીસ્ટ્રેટ (ખેડા-નડિયાદ) નાઓ દ્વારા 2 પાકા સ્ત્રી બંદીવાન કેદી તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા 5 પાકા પુરુષ બંદીવાન કેદીઓને દિવાળી પોતાના પરિવાર સાથે હર્ષ, ઉલ્લાસથી ઉજવી શકે તે માટે 15 દિવસની પેરોલ રજા મંજુર કરવામા આવી છે. આજ રોજ નડિયાદ જિલ્લા જેલ અધિક્ષક બી.કે. હાડા દ્વારા આ કુલ 7 કેદી-બંદીવાનોને પેરોલ રજા ઉપર જેલ મુક્ત કરવામાં આવ્યા છે. તથા તેઓને પોતાના પરિવાર સાથે હર્ષ ઉલ્લાસથી દિવાળી પર્વ ઉજવે તેવી શુભકામના પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...