ચાઈનીઝ દોરી વેચનારા પર તવાઈ:નડિયાદમાં વધુ સાત વેપારીઓની અટકાયત, ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતીઓને ચાઈનીઝ દોરીનું ઉપયોગ ન કરવા અપીલ કરી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ચાઈનીઝ દોરીના ધૂમ વેચાણ વચ્ચે પોલીસે અનેક જગ્યાએથી દરોડા પાડી આવી દોરી વેચનાર વેપારીઓની જાહેરનામા ભંગ અનવ્યે કાર્યવાહી કરી છે. જેમાં ખેડા જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમા વધુ 7 જગ્યાએથી 7 વ્યક્તિઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. પોલીસે આ 7 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 1.36 લાખની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો છે.

6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 7 લોકો ઝડપાયા
ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસે શક્તિનગર ચલાલી ખાતેથી મનીષ જયેશ તળપદા અને જીવાભાઇ ફુલાભાઈ તળપદાને ડાકોર પોલીસે પાંડવણીયા ગામમાંથી ચોરાવાળા ફળિયામાંથી દિનેશ માનસિંહ સોલંકી, નડિયાદ રૂલર પોલીસે વીણા પાટીયા પાસેથી ખેતરમાં ચાઈનીઝ દોરીના ફિરકા નંગ 63 તથા અન્ય ફિરકા મળી અને ચાઈનીઝ દોરી મળી કુલ રૂપિયા 62 હજાર 100 સાથે સુરેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઇ ભનુભાઈ પટેલને, નડિયાદ ટાઉન પોલીસે શ્રેયસ ગરનાળા નજીકથી જયેશભાઈ અરવિંદભાઈ રાવળ પાસેથી ચાઈનીઝ દોરીની રીલ નંગ 10 તેમજ બોમ્બે રેસ્ટોરન્ટ સામે જયેશ જનરલ સ્ટોર માંથી જયેશ બાબુભાઈ પટેલ પાસેથી 45 હજારની દોરી સાથે અટકાયત કરી છે. જ્યારે વસો પોલીસે ટુંડેલ ગામેથી કુવા વાળા ફળિયા ખાતેથી કેતનભાઇ ડાયાભાઈ તળપદા પાસેથી રૂપિયા 5 હજાર 600ની ચાઈનીઝ દોરી કબ્જે કરી છે. આમ 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 7 લોકોને કુલ 1.36 લાખની ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ગૃહ રાજ્યમંત્રીએ બે હાથ જોડીને ચાઈનીઝ દોરી ન વાપરવા સૌ ગુજરાતીઓને અપીલ કરી
આજે મહેમદાવાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હું બે હાથ જોડીને સૌ ગુજરાતીઓને અપીલ કરું છું , ચાઈનીઝ દોરી વેચનાર આપણામાંથી જ છે, લેનાર પણ આપણામાંથી જ છે અને પકડનાર પણ આપડી ગુજરાત પોલીસ જ છે. ખાસ વેચનારને કહેવા માગું છું કે કાયદો કાયદાનો પાલન કરશે. આ બાબતે રાજ્યની પોલીસને કડક સૂચના આપી દેવામાં આવી છે. વેચનાર ચાઈનીઝ દોરી અને લેનાર ને વિનંતી છે કે, આપણી પરંપરાને સૌ જાળવી રાખીએ અને ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ. ચાઈનીઝ દોરાથી આપણામાંથી જ અનેકના જીવ ગયા છે અને આ પાપમાંથી આપણે ક્યારે પણ મુક્તિ મેળવી શકીશું નહીં.

અન્ય સમાચારો પણ છે...