લાંચીયો સરપંચ ઝડપાયો:મહેમદાવાદના ઈયાવા ગામનો સરપંચ 25 હજારની લાંચ લેતા ઝડપાયો, સ્મશાનગૃહના બીલ બાબતે કોન્ટ્રાકટર પાસે લાંચ માંગી હતી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ એસીબીએ છટકું ગોઠવી લાંચીયા સરપંચને ઝડપી પાડયો

સરકારી કામમા ટકાવારીનો રેસીયો હોવાથી ક્યાં પણ સારા ગુણવત્તા સભર કામ જોવા મળતા નથી. મહેમદાવાદના ઈયાવા ગામે આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધતાં અંતે સરપંચ સામે છટકુ ગોઠવી 25 હજારની લાંચ લેતા સરપંચને રંગેહાથે ઝડપી પાડયો છે.

રૂપિયા 3 લાખની વિકાસના કામની ગ્રાન્ટ મંજૂર થઇ હતી
મહેમદાવાદ તાલુકાના ઈયાવા ગામે રહેતા વિષ્ણુભાઇ મોહનભાઇ ચૌહાણ પોતે ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે. વિવિધ ગ્રાન્ટમાંથી ગામમાં કરવામાં આવતા વિકાસ કામોમાંથી કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન ઉઘરાવતા હોવાની બૂમો આ ગામમાંથી ઉઠી હતી. તાજેતરમાં જ સરકારની એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ રૂપિયા 3 લાખની વિકાસના કામની ગ્રાન્ટ મંજુર થયેલ હોય કોન્ટ્રાક્ટરે ઇયાવા ગામ ખાતે નવીન સ્મશાનગૃહનું બાંધકામનું કામ કરેલ હતું. જેનો માલ-સામાન અને મજુરીનુ કુલ બીલ રૂપીયા 2 લાખ 91 હજાર 185 થયું હતું જે બાબતે ઇયાવા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોન્ટ્રાક્ટરને ચેક આપવામાં આવ્યું હતું.

30 હજારની માંગણી સરપંચ કરી હતી
ચેક બાબતે તથા ગ્રામ પંચાયત ખાતે ભવિષ્યમાં આવનાર ગ્રાન્ટમાંથી વિકાસના કામો કોન્ટ્રાક્ટરને આપવા તેમજ ભવિષ્યના કામો બાબતે હેરાનગતિ નહિ કરવા બાબતે સરપંચે હાલમાં બનાવેલ સ્મશાનગૃહના અંદાજીત બીલના રૂપીયા 3 લાખના 10 ટકા લેખે રૂપીયા 30 હજારની માંગણી સરપંચ વિષ્ણુભાઈ ચૌહાણે કોન્ટ્રાકટર પાસે કરી હતી. જેથી કોન્ટ્રાક્ટરે કંઇક ઓછું કરવા કહી વિનંતી અને રકઝક કરતાં અંતે રૂપીયા 5 હજાર ઓછા કરી છેલ્લે રૂપિયા 25 હજાર આપી જવાનું જણાવ્યું હતું. જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ના હોય કોન્ટ્રાક્ટરે નડિયાદ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

એસીબીએ સરપંચની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
ડિયાદ એસીબી કચેરીના પી.આઈ જે.આઇ.પટેલ આજરોજ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. મહેમદાવાદ સ્થિત મુરલીધર ટી સ્ટોલ ખાતે કોન્ટ્રાક્ટરે સરપંચને રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 25 હજારની લાંચ સ્વીકારતા સરપંચ રંગેહાથે ઝડપાઈ ગયા હતા. નડિયાદ એસીબી કચેરીએ સરપંચની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...