રોશનીમાં ઝગમગતાં મંદિર:નડિયાદના સંતરામ મંદિર અને વડતાલ સ્વામિનારાયણ મંદિરે દિવાળી પર્વને લઇને રોશની કરાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકાશ અને ઉજાસ પર્વ તરીકે ઉજવાતા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિરોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. નડિયાદનું સંતરામ મંદિર અને વડતાલ‌ સ્વામિનારાયણ મંદિરમાં રોશની કરાતા અનોખો નજારો જોવા મળ્યો છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પ્રાંત સ્મરણિય પ.પૂ.રામદાસજી મહારાજની નિશ્રામાં દિવાળી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે હવે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

વડતાલધામને આંગણે ગોલ્ડન દિવાળી આવી
આ સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમિ એવા વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિપાવલી પર્વ બાદ કારતક સુદ નોમથી ભગવાન શ્રી હરિએ બાંધેલ કાર્તિકી (પ્રબોધિની સમૈયો)નો પ્રારંભ થશે, સાથે સાથે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 198મો વાર્ષિક પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. દેવ દિવાળી સુધી ચાલનાર આ સમૈયા દરમ્યાન વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે. અને રાત્રિનો નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...