ખેડામાં બનેલો બનાવ:ભણવા મોબાઈલ લઈ આપ્યો તો સગીરા યુવકના પ્રેમમાં પડી

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીએ આપઘાતની ધમકી આપી

ખેડા જિલ્લાના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બહાર આવ્યો છે. કોરાનાકાળમાં દીકરીને ભણતર માટે લઇ આપેલ મોબાઇલ દીકરી શિક્ષણને બદલે સોશિયલ મિડિયામાં એકટીવ થતા અજાણ્યા યુવક સાથે પ્રેમમાં પરીણ્મયો હતો. આ અંગે દીકરીના પિતાને જાણ થતા પિતાએ દીકરીને સમજાવી હતી. પરંતુ બાળબુધ્ધિની દીકરી પિતાની વાત ન સમજી પરિવારને આપધાત કરવાની ધમકી આપતા પિતાએ 181 અભયમની મદદ માંગી હતી.

અભયમ ટીમ દીકરીનુ કાઉન્સેલિંગ કરતા દીકરીએ જણાવ્યુ હતુ કે કોરાનાકાળમાં અભ્યાસ માટે પિતાએ રૂ 12 હજારનો મોબાઇલ લઇ આપ્યો હતો. તે સમયે ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા યુવકની રીકવેસ્ટ આવતા તે સ્વીકારતા બંને વચ્ચે પ્રેમલાપ થઇ જતા દિકરી યુવકના પ્રેમમાં ઓતપ્રોત થઇ ગઇ હતી.

આ બનાવની જાણ દિકરીના પિતાએ અભયમ ટીમને કરતા ટીમે દિકરીની લગ્નની ઉંમર સહિતનુ કાઉન્સેલિંગ કર્યુ હતુ. પરંતુ દિકરી ટીમને સહકાર ન આપતા ટીમે દિકરીને વધુ કાઉન્સેલિંગ કરવા માટે બાળ કમિટીને સોંપવામાં આવી છે. ત્યા દિકરીનુ કાઉન્સેલિંગ કરી દિકરીને સમજાવવામાં આવશે. આમ અભયમે દરમિયાન કરી સમગ્ર બનાવ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...