કર્યવહી:વેપારીની 1 લાખ રોકડ ભરેલી થેલી લૂંટનાર 40 દિવસે પકડાયો

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલિયાની તફડંચીનો ભેદ ઉકેલાયો : ગઠિયો નંદુરબારથી ઝબ્બે

સેવાલિયા બજારમાં કાપડના વૃદ્ધ વેપારીના હાથમાંથી રૂ.1 લાખની રોકડ ભરેલી થેલી તફડાવી ફરાર થનાર ગઠસ્યો 40 દિવસ બાદ સેવાલિયા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો હતો. સેવાલિયા અવધૂત હોટલની સામે રહેતા પ્રવીણચંદ્ર શાહ તા 11 ઓક્ટોબર 2022ના રોજ હાથ ઉછીના લીધેલા રૂ.1 લાખ પરત આપવા જતા હતા. તે સમયે અવધૂત હોટલની સામે અજાણ્યા ઈસમ તેમની પાસે આવી કહ્યુ હતુ કે તમારા પાછળ કપડા બગડેલ છે, તેથી વૃદ્ધ પાછળ વળી જોવા જતા અજાણ્યા ઈસમે નજર ચૂકવી હાથમાં રહેલ થેલી લઇ ફરાર થઇ ગયો હતો.

આ બનાવ અંગે સેવાલિયા પોલીસે વૃદ્ધની ફરિયાદ આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. સેવાલિયા સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારે પલનીસ્વામી મનુસ્વામી નાયડુ રહે,વાકીપાડા કરંજી ખુર્દ તા.નવાપૂર જિ.નંદુરબાર મહારાષ્ટ્રની સેવાલિયા બસ સ્ટેન્ડ પાસેથી અટકાયત કરી હતી. પોલીસ ટીમે સઘન પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે આશરે દોઢેક માસ અગાઉ સેવાલિયા શહેરના અવધૂત હોટલવાળા રોડે એક વૃદ્ધને તારા પાછળના ભાગે કપડા બગડેલ છે કહી હાથમાં રહેલ પ્લાસ્ટીકની થેલી ઝુંટવી ભાગી ગયો હતો. સેવાલિયા પોલીસે પલનીસ્વામી ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...