રોષ:મહુધામાં રણછોડજી મંદિરની સામે ખુલ્લી ગટરોથી અકસ્માતનો ભય

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરે સવાર-સાંજ દર્શનાર્થે આવતાં નગરના ભક્તોમાં ભારે રોષ ફેલાયો

મહુધા નગરમાં ભૂગર્ભ ગટર સહિત પાલિકા હસ્તકની ગટરથી નગરજનો ત્રસ્ત થઈ ગયા છે. જેમાં પાલિકા દ્વારા રણછોડજી મંદિર આગળના મુખ્ય રસ્તાની વચ્ચે ગટર ખુલ્લી રાખી આફતમાં વધારો કર્યો છે.પાલિકા દ્વારા થોડા સમય અગાઉ મુખ્ય રસ્તાની વચ્ચેથી પસાર થતા કાસ પર સ્લેબનું કામ કરવામાં આવ્યું હતું.પરંતુ ત્યાર બાદથી સ્લેબમાં વચ્ચે ખુલ્લી જગ્યા રાખવામાં આવતા અકસ્માતને નોતરૂ આપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જ્યારે મંદિરની બાજુમાં જ મોટા મહાદેવનું મંદિર હોવાને કારણએ તથા શ્રાવણ માસનો આરંભ થતા દર્શનાર્થીઓનો ધસારો વધારે હોય છે.

અને તમામ દર્શનાર્થીઓ માટે મંદિરે જવાનો એક માત્ર રસ્તો હોવા છતાં પાલિકાના બાબુઓ દ્વારા રસ્તાની વચ્ચે બખોલ રાખવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. અગાઉ પણ આ જગ્યાએથી પસાર થતા વાહન ચાલકોને કડવા અનુભવો થઈ ચુક્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા આજદિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે ખાડે ગયેલ મહુધા પાલિકાના વહીવટમાં કલેકટર દ્વારા સુધારો કરાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...