• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Revealed That The Number Plate Of The Truck Was Wrong In The Case Of Five And A Half Lakh Liquor Seized From Sewaliya Of Galateshwar 6 Months Ago.

દારૂ પ્રકરણમાં નવો વળાંક:ગળતેશ્વરના સેવાલિયા પાસેથી 6 મહિના પહેલા ઝડપાયેલા સાડા પાંચ લાખના દારૂ મામલે ટ્રકની નંબર પ્લેટ ખોટી હોવાનો ખુલાસો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતીય બુટલેગરો ટ્રકમા ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા

ગળતેશ્વરના મહારાજાના મુવાડા પાસેથી છ માસ અગાઉ ઉત્તરપ્રદેશની પાર્સિંગ વાળી ટ્રકમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ પોલીસે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં બે બૂટલેગરોને ઝડપી લેવાયા હતા. પોલીસની તપાસમાં આઈસર ટ્રકની નંબર પ્લેટ ખોટી હોવાનો પર્દાફાશ થયો છે. જેથી આ મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

ખેડા જિલ્લામાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઇવે પસાર થાય છે. આ હાઇવેના સેવાલીયાના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી ગત તા.23મી નવેમ્બર 2021ના રોજ રાત્રે ગોધરા તરફથી આવતી આઇસર ટ્રક નં. (UP-14-GT-2759)ને શંકાના આધારે સેવાલીયા પોલીસે અટકાવી હતી. પોલીસ આ આઈસર સુધી પહોંચે તે પહેલાં જ ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રકનો ક્લીનર ભાગવા જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસે આઈસર ટ્રકની તપાસ આદરતાં તેમાં તાડપત્રી ઊંચી કરી જોતાં ચણાના ભૂંસા ભરેલ સફેદ કલરની બોરીઓ હતી. જેને ઉથલાવી તપાસ કરતાં નીચેથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી દારૂની ગણતરી કરતાં અલગ અલગ માર્કાની બોટલો 2136 મળી કુલ રૂપિયા 5 લાખ 63 હજાર 400નો ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે.

આ બનાવમાં પકડાયેલા મંજીત રાધેશ્યામ પ્યારેલાલ ધાનક (ઉ. વ. 27, રહે. રામપુરા, તા. હાંસી, જિ. હિસાર, હરિયાણા) સાથે ઉપરોક્ત ચણાના ભૂંસા ભરેલા કટ્ટાઓ નંગ 65 કિંમત રૂપિયા 6 હજાર 500 તથા એક મોબાઇલ ફોન સહિત આઈસર ટ્રક મળી કુલ રૂપિયા 7 લાખ 76 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઝડપાયેલા આરોપી પાસેથી જે ફરાર થયેલો ટ્રક ચાલકનું નામ ઠામ પુછતા તેણે આ અંગે તેનું નામ અશોક સતબીરસિંગ યાદવ (રહે. રામપુરા, તા. હાંસી, જિ. હિસાર, હરિયાણા) હોવાનું જણાવ્યું છે. જેથી પોલીસે આ અશોક યાદવને શોધી તેની ધરપકડ કરી હતી.

આ કેસમાં નવો ફણગો ફૂટયો છે જેમાં ઉપરોક્ત ટ્રક નંબર ખોટો હોવાનું પર્દાફાશ થયો છે. ટ્રકનો મૂળ માલિક ગુરુચરન સીતારામ ગુપ્તા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના હોવાનું જણાવેલ હતું અને વધુ તપાસ દરમિયાન આ આઇસર ગાડી ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ આરટીઓમાં ગુજરાત ટ્રાન્સફર થતા બારડોલી આરટીઓ નંબર GJ 19 Y 1264થી સમાઉદિન ફરીદભાઈ શાહ (રહે. પલસાણા જિલ્લો સુરત) ના નામે થયેલ હતી. અને આ આઇસર ગાડી ટ્રાન્સફર થતા ગુજરાત બારડોલી આરટીઓ નંબર GJ 19 Y 1264 સમાઉદિન ફરીદભાઈ શાહ (રહે. પલસાણા જિલ્લો સુરત)નાઓ પાસે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જે આ મામલે પોલીસે આઈપીસી 465, 468, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...