અકસ્માત:રાણિયા-શિહોરા રોડ પર વાહનની ટક્કરે નિવૃત આર્મી જવાનનું મોત

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મંજુસરથી ફરજ બજાવી પરત આવતા અકસ્માત
  • અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ઠાસરાના ભદ્રાસામાં રહેતા 38 વર્ષીય નિવૃત જવાનનો રાણિયા-શિહોરા રોડ પર પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાતા મોત નીપજયું છે. કંપનીમાંથી સીક્યુરીટીની નોકરી કરી પરત આવી રહ્યા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. ઠાસરાના ભદ્રાસામાં રહેતા રાવજીભાઇના મોટો દિકરો સુરેશભાઇ ઉં.વ. 38 આર્મીમાંથી વર્ષ-2019 માં નિવૃત થઇ વડોદરા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તા.4 સપ્ટેમ્બરના રોજ સુરેશભાઇ સાંજના છ વાગ્યે બાઇક લઇ મંજૂસર કંપનીમાં નોકરી પર ગયા હતા.

તા.5 સપ્ટેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે ઠાસરાના રાણીયા-શિહોરા જવાના રોડ પર પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહન ચાલકે સુરેશભાઇના બાઇકને અડફેટે મારી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરતાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યા સુરેશભાઇ મૃત હાલતમાં પડયા હતા.રાવજીભાઇ પરમારની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...