પૂરતું વેતન આપવા માગ:ખેડા જિલ્લાની મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગ કર્મીઓને માત્ર 5 હજાર વેતન ચૂકવાતા રોષ, ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નજીવા મહેનતાણામાં કર્મચારીઓને પરિવારનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું

ખેડા જિલ્લાની મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને પૂરતું વેતન ન આપવામાં આવતાં કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે. ખેડા જિલ્લા કલેકટર કચેરી હસ્તકની મામલતદાર કચેરીમાં 5 હજાર જ વેતન આપી કર્મચારીઓનું ભારે શોષણ કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠતા આજે આ અંગે કર્મચારી રાજ પટેલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
​​​​​​​
ખેડા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે, મામલતદાર કચેરીઓમાં ઈ - ધારા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, એટીવીટી વગેરે વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. આ ઓપરેટરોને આઉટ શોષીંગ હેઠળ મૂકવામાં આવ્યાં છે. જેમનો માસિક પગાર માત્ર 5 હજાર છે. હાલ મોંઘવારી વચ્ચે નજીવા મહેનતાણામાં કર્મચારીઓને પરિવારનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. જેથી કલેક્ટરને આવેદત પત્ર આપી આઉટ સોસિંગ ઓપરેટરોને લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવા માંગણી ઉઠી છે.
શોષણ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
​​​​​​​
વસો તાલુકાના અલીન્દ્રાના રાજ પટેલે કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોનું થતું શોષણ બંધ કરવા માગ કરી છે. નિયમ મુજબ મળવા પાત્ર વેતન ચૂકવવા માગ કરી છે. આ ઉપરાંત નડિયાદ, મહેમદાવાદ, માતર, વસો, ખેડા, ગળતેશ્વર, મહુધા , કઠલાલ, કપડવંજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને વહેલી તકે મળવા પાત્ર મહેનતાણું ચૂકવવા પણ માંગણી કરી છે અને જો કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...