હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જિલ્લાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે વ્યાખ્યાન માળાનો 30મો મણકો યોજાયો હતો. ભારતના પ્રસિદ્ધ કવિ સંદિપ દ્વિવેદી દ્વારા " મહાભારત સે જીવન" વિષય ઉપર અદ્ભૂત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિશેષમાં એમના અવાજમાં રજૂ થયેલી રામધારિસિંહ દિનકરજી અમર કૃતિ રશ્મિરથી લોકોને ખૂબ પસંદ આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ના આવાબહેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના માહિતી નાયબ નિયામક નિત્યાબેન ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર કૃતિબેન જોશી, જાણીતા એડવોકેટ સંતોષ દુબે જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશેષમાં સરકારી માધ્યમિક શાળા રાસ્કાના આચાર્ય રાજેશ પટેલિયા સહિત દસ વિદ્યાર્થીઓ પણ આ વ્યાખ્યાન થકી લાભાન્વિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.