સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે 7મી માર્ચ મંગળવારના રોજ મંદિરના પટાંગણમાં રંગોત્સવ ઉજવાશે. ફાગણી પૂનમના રોજ ઉજવનાર પ્રસંગે 25 હજારથી વધુ ભક્તો ઉમટશે. તથા પટાંગણમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો હરિભક્તો 7500 કિલો ગુલાલ સાથે રંગોત્સવ ઉજવશે. આ પ્રસંગે મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે મંગળવારના રોજ વડતાલધામમાં ફાગણી પુનમે નિજમંદિરમાં દેવોને ખજૂર, ધાણી, ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ભરાશે. જેના દર્શન ભક્તો સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકશે.
ઉપરાંત સુરત રામપુરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પી.પી.સ્વામી વડતાલના સભામંડપમાં રંગોત્સવ કથાનું રસપાન કરાવશે. જેમાં ગુલાલના 25 કિલોના 300 કટ્ટાથી ભક્તો ભક્તિના રંગે રંગાશે. જેનો સમય સવારે 7:30 થી 11:30 સુધી રાખવામાં આવેલ છે. ઉપરાંત આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના ઉપસ્થિત રહી હરિભક્તોને ફાગણી પુનમે રંગભીના આર્શીવાદ પાઠવશે. આણંદ શહેર સહિત જિલ્લાના જુદા- જુદા મંદિરોમાં ધુળેટી પર્વે રંગોત્સવ સહિતના જુદા- જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંચાલકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.