ધુળેટી પર્વ ઉજવવા માટે જિલ્લાવાસીઓમાં થનગની રહ્યા છે. ખાસ કરી યુવા હૈયાઓ રંગોનો તહેવાર ઉજવવા માટે મોડી સાંજ સુધી બજારમાં ગુલાલ, પિચકારીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જેના કારણે દુકાનો પર ઘરાકીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે ફાર્મ હાઉસોમાં થતી રૌ|ગત્સવની પાર્ટી માટે કેટરિંગના 115થી વધુ બુકિંગ અડવાન્સમાં થયા છે.
હોળીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ હવે બુધવારના રોજ ધુળેટી પર્વની ઉજવણી કરવા યુવાધન થનગની રહ્યું છે. જેના કારણે મંગળવારે દિવસભર રંગો અને પિચકારી બજારમાં ઘરાકી જોવા મળી. બુધવાર સવાર થી જ સગા સબંધી અને મિત્ર વર્ગ સાથે સબંધોના રંગે રંગાવા માટે યુવા હૈયા તૈયારી કરતા જોવા મળ્યા હતા. શહેરમાં સંતરામ રોડ પર ગુલાલનું વેચાણ કરતી લારીઓ પર યુવા હૈયાઓની ભીડ જોવા મળી હતી.
તો બીજી તરફ બાળકો માટે કેમિકલ ફ્રી કલરની માંગ કરતા વાલીઓ પણ મળી આવ્યા હતા. અશોક ગજ્જર નામના વાલીએ જણાવ્યું હતું કે ધુળેટી ની મજા જરૂરી છે, પણ બાળકો માટે નેચરલ કલર લેવા ખુબ જરૂરી છે. પાક્કા કલર નુકસાન કારક હોય છે એટલે ધુળેટીનું આ પર્વ કોઈના માટે મુશ્કેલી રૂપ ન બને તેનું ધ્યાન રાખવું પણ આપણી ફરજ છે. ધુળેટીનું પર્વ હોઈ ખેતરો અને ફાર્મ હાઉસ પર ખાનગી આયોજનો કરવામાં આવ્યા છે. જે માટે શહેરના કેટરર્સને એડવાન્સ બુકીંગ મળ્યા છે.
શહેરમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજુભાઈ પંચાલે જણાવ્યું હતું કે બુધવારના દિવસે લંચ માટેના ઓર્ડર ફુલ છે. 10થી વધુ કેટરર્સ સંચાલકોને 115 થી વધુ લંચના બુકીંગ મળ્યા છે. રાજુભાઈને બુધવારના દિવસના 15 ઓર્ડર મળ્યા હોય તેઓએ અન્ય કેટરર્સ સંચાલકને ઓર્ડર ટ્રાન્સફર કરવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.