વિવાદ:નવા વર્ષમાં પાણીની રામાયણ ઃ ડાકોરમાં જાણ કર્યા વગર પાણી બંધ કરતા વિવાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂઈ રોડ પરની સોસાયટીમાં 50 પરિવારના 200 થી વધુ લોકોને તહેવારમાં પાણીનો કકળાટ

ડાકોરમાં પાલિકાની બેદરકારીને કારણે નાગરીકોને નવા વર્ષમાં પાણીની મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકા સભ્ય અને સોસાયટીના બિલ્ડર વચ્ચેની આંતરિક લડાઈને કારણે પાલિકા સભ્યએ ઈરાદા પૂર્વક પાણી બંધ કરી દીધું છે. જેના કારણે 200 થી વધુ લોકોને નવા દિવસોમાં મુશ્કેલી પડશે. જોકે સ્થાનિક પાલિકા સભ્યએ તમામ આક્ષેપોને નકાર્યા છે.

ડાકોરના સૂઈ ગામ રોડ પર ભૂમિ રેસીડેન્સી સહિત અન્ય સોસાયટીઓ આવેલ છે. રવીવારે સાંજે અચાનક આ વિસ્તારમાં પાણી બંધ થઈ જતા સ્થાનિકો એ પાણી બંધ થવા અંગે તપાસ કરી હતી. સ્થાનિક રહેવાસી નગરપાલિકાએ આગોતરી જાણ કર્યા વગર પાણી બંધ કરી દીધું છે. જેના કારણે અમે છેલ્લા 3 દિવસથી પાણી વગર મુશ્કેલી ભોગવી રહ્યા છીએ. જ્યારે મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હોવાથી NRI મહેમાનો આવેલા છે. ત્યારે તહેવારોના સમયમાં જ પાલિકાએ પાણી બંદ કરી દીધું છે. ભુમી રેસી. ના બિલ્ડર અને નગરપાલિકાના સભ્ય રાજુભાઈ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે.

બોરમાં કચરો હોવાથી સફાઈ કરવા પાણી બંધ કર્યું
​​​​​​​રવિવારે બોરમાં કચરો હોવાની અને પાણી આપવા લાયક નહીં હોવાની ફરિયાદ મળતા અમે ત્યા સફાઈ કામ કરાવ્યું હતું. જેથી અમે બે દિવસ પાણી બંધ કરી સફાઈ કરી શુદ્ધ પાણી આપવાની સૂચના આપી હતી. એવું નથી કે ભૂમી રેસીડેન્સી નું જ પાણી બંધ છે. બાજુમાં જ મારી સોસાયટી આવેલ છે, ત્યા પણ પાણી બંધ જ છે. > રાજુભાઈ પટેલ, સભ્ય, નગરપાલિકા ડાકોર

તહેવારના દિવસોમાં CO રજા પર ઉતરી ગયા
મહત્વની વાત છેકે બોરનું પાણી બંધ કરવાનું હોય ત્યારે નગરપાલિકા ના ચીફ ઓફિસર સત્તાવાર નોટિસ બહાર પાણી પાણી બંધ રહેશે તેવી જાણ કરતા હોય છે. પરંતુ તહેવારોના દિવસો હોવા છતાં ખુદ ચીફ ઓફિસર રજા પર ઉતરી ગયા હોવાનો આક્ષેપ નગરપાલિકા સભ્ય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...