દુષ્કર્મ:રાધનપુરના યુવકે ડાકોરમાં યુવતીને સિવણ કામની લાલચ આપી લગ્ન કર્યા અને બાદમાં છુટાછેડા પણ લઈ લીધા, 19 દિવસ ગોંધી રાખી જાતીય અત્યાચાર ગુજાર્યો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2-3 વર્ષ પહેલા યુવાન ડાકોર સંસ્કૃત પાઠશાળામાં ભણતો હતો ત્યારે ભોજનલાય ખાતે કામ કરતી યુવતી સાથે પરિચય કેળવ્યો હતો

ખેડા જિલ્લાના ડાકોરમાં દુષ્કર્માના ગુનાઓ એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક લાંછનરૂપ કિસ્સો ઉજાગર થયો છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુરના નાની પીપળી ગામના યુવાને ડાકોરમાં રહેતી 20 વર્ષીય યુવતીને સિવણ કામની લાલચ આપી યુવતીને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી લીધા આ પછી છુટાછેડા પણ લઈ લીધા હતા. જોકે અન્ય જગ્યાએ પરણાવેલી આ યુવતી પોતાના પિયરમાં આવે છે ત્યારે આ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેણીને પોતાના ગામડે લઈ જઈ ત્યાં 19 દિવસ એક રૂમમાં ગોંધી રાખી તેણીની પર જાતીય અત્યાચાર ગુજારવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પીડીતાએ આ હવસખોર યુવાન સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંદીપ અહીંયા અવારનવાર જમવા માટે આવતો હતો​​​​​​​​​​​​​​
ડાકોરમાં રહેતી અને ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન કરતી 20 વર્ષીય યુવતીને એક યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. આજથી બે ત્રણ વર્ષ અગાઉ યુવતી ડાકોર શ્રીજી ભોજનાલય ખાતે કામ કરતી હતી. ત્યારે ડાકોર સંસ્કૃત પાઠશાળામાં ભણતા સંદીપભાઈ હીરાલાલ રાવલ (રહે. નાની પીપળી, રામજી મંદિરની સામે તા.રાધનપુર, જિ. પાટણ) સાથે પરિચય થયો હતો. સંદીપ અહીંયા અવારનવાર જમવા માટે આવતો હતો અને આથી બંને વચ્ચે ગાઢ સંપર્ક થતા મિત્રતા બંધાઈ હતી. આ પછી મોબાઇલ નંબરોની આપ-લે થઈ હતી.

સંદીપે યુવતીને અંધારામા રાખી કોર્ટ મેરેજ કરી લીધા
થોડા સમય બાદ યુવતીએ ભોજનાલય ખાતે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેણીને સીવણનું કામ શીખવા માગતી હોય જેથી મિત્ર સંદીપને આ વાત કરેલ હતી. સંદીપે તેનો ફાયદો ઉઠાવી યુવતીને જણાવ્યું કે મારા મિત્રનું સીવણ કામ ડાકોરમાં ચાલુ છે અને તું નડિયાદ ખાતે મારી સાથે આવીશ, તારા આધારકાર્ડ તથા એલસી લઈને હું ત્યાં કામ કરી અપાવીશ તેવી વાત કરેલ હતી. જેથી 26 જુલાઈ 2021મા આ યુવતી સંદીપની વાતોમાં આવીને નડિયાદ આવી પહોંચી હતી. જ્યાં સંદીપે તેણીના આધાર કાર્ડ અને એલસી મારફતે ઉપરાંત બંનેના હાર વાળા ફોટા મારફતે વકીલની સાક્ષીમાં યુવતીને અંધારામા રાખી કોર્ટ મેરેજ કરી લીધા હતા. યુવતી વધુ ભણી ન હોવાથી તે કંઈ સમજી શકતી ન હતી અને સંદીપે તેનો આ લાભ ઉઠાવી લગ્ન કરી દીધા હતા.​​​​​​​

યુવતીની જાણ બહાર લગ્ન કરતા યુવતીએ છુટાછેડા લીધા​​​​​​​
યુવતીએ બીકના મારી ડાકોર આવી પોતાના માવતરને પણ આ વાતની જાણ કરી નહોતી. એકાદ મહિના પછી સંદીપને યુવતીએ ફોન કરી પૂછ્યું કે મારા સીવણ ક્લાસ નું શું થયું, તો સામે સંદીપે જવાબ આપ્યો કે સીવણ ક્લાસ નું કશું થયું નથી પણ આપણા બંનેના કોર્ટ મેરેજ થયેલ છે આ વાત સાંભળીને યુવતી સ્તબંધ થઈ ગઈ અને તેણીએ કહ્યું કે આ લગ્ન કેવી રીતે થાય જેથી સંદીપે યુવતીના વોટ્સએપ પર મેરેજ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું. જોકે યુવતી તેની સાથે લગ્ન કરવા માગતી નહોતી જેથી બંનેએ રાજી ખુશીથી એજ પ્રક્રિયા પુનઃ કરી છુટાછેડા ના કાગળો તૈયાર કરી છુટાછેડા લઈ લીધા હતા.

ગત 10 જૂનના રોજ એક તરફી પાગલ પ્રેમીએ યુવતીને વાત કરવી છે એમ કહી ગાડીમા બેસાડી હતી
​​​​​​​
બીજી બાજુ ઘરના માવતર કે પરિવારના લોકો તો આ સમગ્ર હકીકતથી વાકેફ ન હતા. યુવતીના લગ્ન ગત મે માસમા સાપલા ગામના યુવાન સાથે કરી દેવાયા હતા. આ પછી તેણીએ કર સંસારમાં પ્રવેશ કર્યો હતો. ગયા જૂન માસમાં જ તે પોતાના પિયર ડાકોરમાં આવી હતી. ગત 10 જુનના રોજ બપોરના સુમારે યુવતી બ્લાઉઝ લેવા ડાકોર બજારમાં નીકળી હતી. ત્યારે બજારમાંથી સંદીપે યુવતી સાથે વાતચીત કરવી છે ગાડીમાં બેસી જા એમ કહી ગાડીમાં બેસાડી અમદાવાદ ગયેલા અને સુભાષબ્રિજ ખાતે ઉતરેલા હતા. આ પછી ત્યાંથી આ બંને લોકો સાબરમતી વિસ્તારમાં ગયેલા અને ત્યાં સંદીપના અન્ય મિત્ર જયેશના ઘરે ગયેલા, જ્યાં સાત એક દિવસ રોકાયા બાદ ત્યાંથી નીકળી સંદીપ પોતાના ગામડે પીપળી ગામે યુવતીને લઈ ગયેલ હતો.

19 દિવસ સુધી ગોંધી રાખી તેણીના મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો
સંદીપ રાવલે ગામના જયંતીભાઈના મકાનમાં યુવતી ને રાખી હતી. લગભગ 19 દિવસ સુધી અહીંયા યુવતી ને ગાંધી રાખી હતી અને આ દરમિયાન સંદીપ અવારનવાર યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે યુવતીએ હિંમત કરી પોતાના ભાઈને સમગ્ર બાબતની જાણ કરી હતી અને તેણીએ કહ્યું હતું કે હું અહીંયા રહેવા માંગતી નથી તમે મને લેવા માટે આવો તેવી વાત કરી હતી. જેથી યુવતીના પરિવારજનો તેમજ સ્થાનિક પોલીસના માણસો સાથે અહીયા આવ્યા હતા અને હવસખોર એક તરફી પાગલ પ્રેમીના સંકજામાંથી છોડાવી હતી.

યુવતીએ પોતાની વેદના પોતાના ભાઈ-ભાભી સમક્ષ કરતાં સમગ્ર મામલો ઉજાગર થયો​​​​​​​
આબાદ યુવતીને ડાકોર ખાતે હાજર કરવામાં આવી હતી જ્યાં ડાકોર પોલીસમાં તેણીના માવતરે ગુમ જાણવાજોગની ફરિયાદ આપેલ હતી. જેથી પોલીસે આ મામલે નિવેદનો લીધા હતા. બીજી બાજુ પીડિતા માનસિક રીતે અસ્વસ્થ હોય અને તેના ઉપર વીતેલી આ તકલીફો કોને કહે જોકે હિંમતભેર યુવતીએ પોતાની વેદના પોતાના ભાઈ ભાભી સમક્ષ કરતાં સમગ્ર મામલો ઉજાગર થવા પામ્યો છે અને પીડીતાએ હવસખોર સંદીપભાઈ હીરાલાલ રાવલ (રહે. નાની પીપળી, રામજી મંદિરની સામે તા.રાધનપુર, જિ. પાટણ) સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 376 (2),(N), 406 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...