તમાકુનું વાવેતર:ખેડા જિલ્લામાં રવિ સિઝનની વાવણી શરૂ, 2179 હેક્ટરમાં તમાકુનું વાવેતર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1185 હેક્ટરમાં રાઇનું વાવેતર કરાયું : જાન્યુ. 2021માં 28,135 હેક્ટરમાં વાવેતર હતું

ખેડા જિલ્લામાં શિયાળાના પ્રારંભે રવી સિઝનની વાવણી શરૂ થઈ ગઈ છે. ખેડાતુઓ દ્વારા વિવિધ પાકની વાવણી શરૂ દેવામાં આવી છે. જેમાં ચણા, રાઈ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. નવેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં જુદા જુદા પાકોનું 7,479 થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. ચણા, રાઈ, શાકભાજી કરતા સૌથી વધુ તમાકુનું જિલ્લામાં વાવેતર થયું છે.

ડાંગર, બાજરીની સિઝન પુરી થતા સાથે જ રવિ સીઝનમાં વાવેતર શરૂ થયુ છે. જોકે ઠંડીનું પ્રમાણ ઓછુ હોવાને કારણે અન્ય પાકનું વાવેતર ઓછું થયું છે. ખેતીવાડી વિભાગના દિપકભાઈ રબારીએ જણાવ્યું હતું કે હજુ ઠંડીની શરૂઆત છે. જેમ જેમ તાપમાનમાં ઘટાડો થશે તેમ તેમ જિલ્લામાં રવિ વાવેતરમાં વધારો જોવા મળશે. હાલ ખેડા જિલ્લામાં શાકભાજી 2028, ઘાસચારો 1651, બટાટા 112, રાઈ 1185 અને ચણાનું 247 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જ્યારે તમાકુનું 2179 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...