ઠાસરાના ચેતરસુબા વિસનગરમાં ગાળો ન બોલવા બાબતે ઝઘડો થયો હતો. આ બનાવમાં બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી. પોલીસે સામસામી ફરિયાદ લઇ સાત વિરૂધ્ધ ગુનો નોધ્યો છે. ચેતરસુબા વિસનગરમાં રહેતા નારણભાઇ ચાવડા પરિવાર સાથે રહે છે.
તા.27ના રોજ તેઓ તેમના ખેતરનુ છાપરૂ બાંધતા હતા તે સમયે બળવંતભાઇ તેમના ખેતરમાં આવી ગમે તેમ ગાળો બોલી ગયા હતા. વળી સાંજના છ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હતા તે સમયે બળવંતભાઇ ઘર પાસે આવી ગાળો બોલવા લાગ્યા હતા.
જેથી નારણભાઈના નાના ભાઇ સોમાભાઇ બળવંતભાઇએ ગાળો બોલવાની ના પાડતા સોમાભાઈ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નારણભાઇની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે ત્રણ વિરુદ્ધ જ્યારે સામાપક્ષે મનહરભાઇની ફરિયાદ આધારે 4 સામે ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.