નશો નોતરે નાશ, નશો નાશનું મૂળ:મહુધાની કુમાર શાળામાં વ્યસન મુક્તિ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન અર્તગત સ્ટેટ લેવલ કૉ-ઓડિનેટર એજન્સી, (SLCA) તથા નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા ના સંયુકત ઉપક્રમે સ્ટેટ લેવલ કૉ-ઓડિનેટર એજન્સી, અમદાવાદના વડા તન્મય ચેટરજીના સિધા માર્ગ દર્શન હેઠળ મહુધા કુમાર શાળામાં આજ રોજ વ્યસન મુક્તી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

“નશો નોતરે નાશ" “નશો નાશનું મૂળ છે” જેવા સુંદર અને મર્મ શૈલીથી સમજ આપાઇ
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને ભાતીગઢ પરંપરા મુજબ સમુહ સ્વરમાં શાળાના વિધાર્થીઓ ધ્વારા પ્રાર્થનાથી શરૂ કરેલ બાદમાં આપણા આમંત્રણને માન આપી પધારેલ મહેમાનોનો પરીચય આપી ફુલની કલગીથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેકટર સંજય રોહિત દ્વારા વ્યસન મુક્તી અવેર્નેસ કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે નશાબંધી યુક્ત પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુર ઉપયોગ અને જાગ્રુતી ફેલાવવાના હેતુ સમજાવ્યો હતો. સ્ટેટ લેવલ કૉ-ઓડિનેટર એજન્સી, અમદાવાદના વડા તન્મય ચેટરજીએ જીવનમાં નશાના કારણે વ્યસન પોતાને જ નહી પરંતુ તેના સમ્રગ પરિવારને તકલીફ અને નુકશાન પહોંચાડે છે, જેમ કે તેના પરીવારના સભ્યોને આર્થિક પાયમાલી તથા શારીરિક-માનસિક નુકશાન કરે છે વિગેરેની સમજ વચ્ચે મહુધા કુમાર શાળાના આચાર્ય ભગવાનસિંહ પરમાર દ્વારા “નશો નોતરે નાશ" “નશો નાશનું મૂળ છે” જેવા સુંદર અને મર્મ શૈલીથી સમજ આપેલ છે.

વિધાર્થીઓને નશાબંધી પ્રદર્શનથી નશા મુક્તિના સુત્રો નશાથી દુર રહેવા બાબતે પ્રેરણા આપી
વધુમા કાઉનસેલર હેતલબેન પરમાર, ક્ષાબેન, રુમિતભાઇ, દ્વારા સર્વને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ અને આજીવન નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજ્ય અને દેશને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો. સાથે વ્યસન મુક્તીના સાહિત્ય વિતરણ કરવામાં આવેલ હતા. વિધાર્થીઓને નશાબંધી પ્રદર્શનથી નશા મુક્તિના સુત્રો નશાથી દુર રહેવા બાબતે પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદિશભાઇ મકવાણા ધ્વારા કરવામાં આવેલ શાળાના તમામ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...