રજુઆતો:કરાર આધારિત કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, કર્મીઓની સમાન કામ સમાન વેતનની માગ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં સમગ્ર શિક્ષા અને ગુજરાત કરાર આધારિત કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકારમાં લેખિત અને મૌખિક રજુઆતો કરી પગાર વિસંગતતા બાબતે રજુઆતો કરી છે. પરંતુ વડી કચેરી દ્વારા અલગ અલગ કાર્યો બાબતે પગાર વધારાની જાહેરાત કરી આજની મોંધવારીમાં ખુબ જ નજીવી ટકાવારીમાં પગાર વધારો આપવામાં આવી રહ્યો છે.

જે સહન કરી શકાય તેમ ન હોય રાજ્યભરના કરાર આધારિત કર્મચારીઓ સાથે ખેડા જિલ્લાના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આગામી શનિવાર સુધી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી. આમ કર્મચારીઅોઅે સમાન કામ અને સમાન વેતનની માંગણી સાથે આંદોલનના મંડાણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...