બાજરીની ખેતી:31 ડિસેમ્બર 2022 સુધીમાં ખેડા જિલ્લામાં પુરવઠા નિગમે ખેડૂતો પાસેથી 31.200 ક્વીન્ટલ બાજરીની ખરીદી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચોમાસુ બાજરીની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં ખેડૂતો પાસેથી 31મી ડીસેમ્બર 2022 સુધીમાં કીમત રૂ. 7,33,210ની 31,200 કવિન્ટલ બાજરીની ખરીદી કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં ચાર તાલુકામાંથી 117 ખેડૂતોએ બાજરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું
ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, ઘઉં જેવી ખેતપેદાશો ની ખરીદી કરવામાં આવે છે ચાલુ વર્ષે પુરવઠા નિગમના ગોડાઉનનો ખાતેથી ખેડૂતો પાસેથી ચોમાસું ડાંગર તેમજ બાજરી ખરીદવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 3 ખેડૂતોએ 7,550 ક્વીન્ટલ બાજરી આપી હતી, કપડવંજ તાલુકામાં 91 ખેડૂતોએ બાજરી આપવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી માત્ર સાત ખેડૂતોએ 11,450 ક્વીન્ટલ બાજરીનું વેચાણ કર્યું હતું આવી જ રીતે નડિયાદ ગ્રામ્યમાંથી છ ખેડૂતો પાસેથી 8,200 ક્વીન્ટલ વસો તાલુકામાં માત્ર એક ખેડૂતે 4,000 ક્વીન્ટલ બાજરી ટેકાના ભાવે આપી હતી. જ્યારે ખેડા, ગલતેશ્વર,ઠાસરા, મહુધા મહેમદાવાદ અને માતર તાલુકામાં બાજરી પાકની અછત હોવાનું જણાઇ આવેલ છે.આમ ખેડા જિલ્લામાં ચાર તાલુકામાંથી 117 ખેડૂતોએ બાજરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 17 ખેડૂતોએ 31,200 ક્વીન્ટલ બાજરી ટેકાના ભાવે પુરવઠા નિગમના ગોડાઉનના ડેપોમાં વેચાણ કર્યું હતું.આમ ખેડા જિલ્લામાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા 31,200 કવીન્ટલ બાજરી કિંમત રૂ.7,33,210ની ખરીદી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...