મહુધામાં ખુનના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ જેલમાં હાજર ન થતા પેરોલ ફર્લો સ્કવોર્ડ નડિયાદ તથા એલ.સી.બી.એ સંયુક્ત કામગીરી હાથ ધરી તેને પકડી પડ્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
મહુધામાં વર્ષ 2014માં સામાન્ય થયેલા ઝઘડામાં મહુધામાં રહેતા મહમદ ઇલ્યાસ મલેકને મોતને ઘાટ ઉતારી દેનાર રીયાઝહુસેન સરફુ મિયા શેખ (રહે બસસ્ટેન્ડ પાછળ, ટોલા, મહુધા)ને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી આ ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો. થોડા સમય પહેલા તે વચગાળાના જમીન પર મુક્ત થયો હતો. આ જામીન પુરા થયા હોવા છતાં તે જેલમાં હાજર ન થતા તેને પકડવા માટે પોલીસ કામે લાગી હતી. પેરોલ ફર્લો સ્કવોર્ડ નડિયાદ તથા એલ.સી.બી.એ સંયુક્ત કામગીરી હાથ ધરી તેને પકડી પડ્યો છે અને જેલમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.