ઝાંખી પ્રદર્શન:નડિયાદમાં ભાગવત કથાકાર રામચંદ્ર ડોંગરેજી મહારાજની ઝાંખીનું પ્રદર્શન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી 33 વર્ષ પહેલાં સંતરામ મંદિર નડિયાદમાં બ્રહલીન નારાયણદાસજી મહારાજે સંત શિરોમણી ભાગવત કથા કાર રામચંદ્ર ડોંગરેજી મહારાજે દિક્ષા ગ્રહણ કરાવી અને તેઓ સવારે દેહ પ્રભુની દિવ્યતામાં લિન થયા હતાં.

પ્રદર્શન નિહાળી લોકો ખૂબ જ પ્રભાવિત થયાં
એ વખતથી તેઓની યાદોની તસ્વીરો તથા પેપર કટીંગના સંગ્રહ હરિશ પટેલ (ગોટાવાળા)એ સાચવી રાખેલા, તેનું પ્રદર્શન સંતરામ મંદિર નડિયાદમાં રાખ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સંતરામ મંદિર નડિયાદના સંત નિર્ગુણ દાસ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુ પટેલ, હરિશ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રદર્શન નિહાળી લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતાં. તેમજ મોબાઇલમાં પ્રદર્શનને કંડારેલા વીડિયોથી આનંદ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...