પોલીસ સામે બાથ ભીડી:કપડવંજમા છેતરપિંડીના ગુનામાં ભાગેડુ આરોપીને પકડવા પોલીસ તેના ઘરે ગઈ, પરિવારે પોલીસ પર હુમલો કર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ ટાઉન પોલીસે 9 મહિલા સહિત 13 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો

કપડવંજમાં રહેતો શખ્સ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી હતો, જેને પકડવા વડોદરા પોલીસ અને કપડવંજ ટાઉન પોલીસ આરોપીના ઘરે પહોંચી તો તેના પરિવારે પોલીસ સામે બાથ ભીડી હતી અને જણાવ્યું કે, આરોપીને નહીં બતાવીએ તેમ કહી પરિવાર તથા અન્ય ટોળાઓએ પોલીસ કર્મચારી તથા વુમન્સ પોલીસ પર હુમલો કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસે 9 મહિલા સહિત 13 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસને ચોક્કસ બાતમી હતી
કપડવંજ શહેરના કરસનપુરા વિસ્તારમાં મદારીવાસમાં રહેતા કિશનનાથ બાબુનાથ મદારી પોતે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો હતો. આ સંદર્ભે વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી કિસનનાથ મદારી સામે આઇપીસી 406, 420 અને 114નો ગુનો પણ નોધાયો હતો. વડોદરાની પોલીસ અને કપડવંજ ટાઉન પોલીસના માણસો ગતરોજ આરોપીના ઘરે તેને પકડવા ગયા હતા. પોલીસને ચોક્કસ બાતમી હતી કે આરોપી કિશનનાથ મદારી પોતાના ઘરે છે.જેથી પોલીસે અહીંયા પહોંચી તપાસ કરવા લાગેલ હતી.

આરોપીના ભાભીએ પણ પોલીસ સામે બાથ ભીડી
આરોપીના ભાભી ગીતાબેન સાથે પોલીસને ઘર્ષણમાં ઉતરવું પડ્યું હતું. આ વખતે ઉશ્કેરાટમાં આવેલા ગીતાબેને પોલીસને જણાવેલ કે કિસન ક્યાં છે તેની અમને ખબર છે પરંતુ તમને બતાવીશું નહીં તમારે જે થાય તે કરી લેજો અને આમ કહી પોલીસને ઘરમાં તપાસ કરવા દીધી નહોતી. ઉપરાંત આજુબાજુથી બૂમાબૂમ કરી અન્ય મહિલાઓને એકઠી કરી દીધી હતી. આ ભેગી થયેલી મહિલાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરવા પણ લાગી હતી. તથા અન્ય લોકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો.
​​​​​​​
બીજા પોલીસના માણસો આવે તે પહેલા આ મહિલાઓના ટોળુ ફરાર
કપડવંજ ટાઉન પોલીસથી અન્ય બીજા પોલીસના માણસો આવે તે પહેલા આ મહિલાઓના ટોળુ તથા ત્રણેક પુરુષો રફેદફે થયા ગયા હતા. કપડવંજ ટાઉન પોલીસે પોલીસ કર્મચારી તથા વુમન્સ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં તેમજ સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અડચણ ઊભી કરવાના ગુનામાં 9 મહિલા સહિત 13 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ગીતાબેન રાજુનાથ મદારી, આશાબેન રાજુનાથ મદારી, રેશ્માબેન રાજુનાથ મદારી, રીટાબેન રાજુનાથ મદારી, રોશનીબેન રાજુનાથ મદારી, રાજનાથ રાજુનાથ મદારી અને બીજી ત્રણ મહિલા તથા ત્રણેક પુરુષનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...