ગુજરાતમાં ગાંજાની ખેતી સામાન્ય?:કપડવંજ પોલીસ ઊંઘતી રહી અને SOGએ ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત કર્યો, આ પહેલાં બાયડમાંથી 2200 કિલોનો જથ્થો ઝડપાયો હતો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અનેક જગ્યાએ ગાંજાની ખેતી અવારનવાર ઝડપાતી રહે છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ ગઈકાલે લાખોની કિંમતના ગાંજાના વેપલા પર તવાઈ બોલાવી હતી. કપડવંજના ભૂતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસનાં વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર SOGએ ઝડપાયું હતું, જેને લઈ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. SOGએ 331 નંગ છોડ, જેની કિંમત રૂપિયા 54.98 લાખનો મુદ્દામાલ જપ્તકરી એક શખસને ઝડપ્યો હતો. આ પહેલાં બાયડમાંથી અંદાજે 5થી 6 કરોડની કિંમતનો 2200 કિલોનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ગુજરાતમાં ગાંજાની ખેતી સામાન્ય છે કે શું? એવા સવાલો ઊઠી રહ્યા છે.

બે સગાભાઈ પૈકી એક ઝડપાયો, એક ફરાર
SOGએ ગામની સીમમાં દરોડો પાડી લીલા ગાંજાના 331 નંગ છોડ કિંમત રૂપિયા 54.98 લાખના જપ્તકરી વેપલા કરતા બે સગાભાઇ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગા ભાઈઓ પૈકી એક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક ફરાર છે.

એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી
કપડવંજ તાલુકાના ભૂતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામે ગેરકાયદે ગાંજાની ખેતી થતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને મળી હતી, જેને કારણે ગતરોજ સવારે આ બાતમીના આધારે એસઓજી પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી, જ્યાં કૃપાજી મુવાડાની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને શંકર સોમાભાઈ ઝાલાના ખેતરમાં તપાસ આદરી હતી.

કુલ વજન 549 કિલો, જેની કુલ કિંમત રૂપિયા 54 લાખ 98 હજાર
પોલીસે ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસનાં વાવેતરની આડમાં ગાંજાના છોડ છૂટાછવાયા જોયા હતા, જે બાબતે માનસિંહ સોમાભાઈ ઝાલાને સાથે રાખી ખેતરમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ છૂટાછવાયા ગાંજાના લીલા છોડ કુલ 331 મળી આવ્યા હતા. મોટી માત્રામાં ગાંજો જોઈ એસઓજી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ગાંજાના છોડને જમીનમાંથી ઉખાડી એફએસેલની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું, જેનું કુલ વજન 549 કિલો છે, જેની કુલ કિંમત રૂપિયા 54 લાખ 98 હજાર છે. પોલીસે આ ગાંજાપ્રકરણમાં બન્ને સગા ભાઇઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગા ભાઈઓ પૈકી એક માનસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે તો અન્ય એક શંકર ઝાલા ફરાર છે.

વાઘવલ્લામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
વાઘવલ્લામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

બે મહિના પહેલાં બાયડમાં 2200 કિલો ગાંજો ઝડપાયો હતો​​​​​​
બે મહિના પહેલાં ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા બાયડના વાઘવલ્લા ગામે ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. એને આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલાં ખેતરમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું, જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી હતી. 2200 કિલો જેટલો ગાંજો પકડાયો હતો. વાવેતર આટલું વધુ હોવાથી ગણતરી કરવામાં પણ વાર લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...