દારૂના વેપલા પર પોલીસની તવાઈ:નડિયાદના ભુમેલ પાસેથી પોલીસે રૂપિયા 2.37 લાખના ઈંગ્લીશ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ખેડા જિલ્લા પોલીસે બુટલેગરો પર લાલ આંખ કરી છે. ચકલાસી પોલીસે પોતાના હદ વિસ્તારમાં ભુમેલ પાસેના ભવાનીપુરામાથી બુટલેગરના ઘરેથી રૂપિયા 2.37 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે. સાથે સાથે બુટલેગરની પણ અટકાયત કરવામાં આવી છે.
પોલીસને દારૂ અંગે બાતમી મળી હતી
ચકલાસી પોલીસના માણસોએ ગતરાત્રે બાતમીના આધારે નડિયાદ તાલુકાના ભુમેલ તાબેના ભવાનીપુરા ખાતે રહેતો બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઈ પરમારની ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી હતી કે, તેના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંતાડાયો છે અને આ બુટલેગર વેપલો કરી રહ્યો છે. આથી પોલીસે અહીયા છાપો માર્યો હતો. દરમિયાન બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઈ પરમારને સ્થળ પરથી અટકાયત કરવામાં આવી હતી. આ બુટલેગરને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં પોલીસને ઘરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ રૂપિયા 2 લાખ 37 હજાર 540નો ઈંગ્લીશ દારૂ
પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં 750મીલી ની 180 બોટલો કિંમત રૂપિયા 1 લાખ 47 હજાર 60, બિયર ટીન નંગ 624 કિંમત રૂપિયા 90 હજાર 480 મળી કુલ રૂપિયા 2 લાખ 37 હજાર 540નો ઈંગ્લીશ દારૂ સાથે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2 લાખ 38 હજાર 540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ અંગે બુટલેગર રણજીત ઉર્ફે જેડી શનાભાઈ પરમાર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...