બાઈકચોર ઝડપાયા:અમદાવાદના વટવામાંથી બાઇક ચોરી કરી મહેમદાવાદ આવતા બે ચોરોને પોલીસે ઝડપી લીધા

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વટવા પોલીસ સ્ટેશનની હદમાંથી મોટરસાયકલ ચોરી કરી મહેમદાવાદ આવતા બે વ્યક્તિઓને મહેમદાવાદ પોલીસે પકડી પાડી વટવા પોલીસ ચોકીના ચોરીના ગુનાનો ભેદ ખોલ્યો છે. મહેમદાવાદ બસ સ્ટેન્ડ પાસેથી સ્થાનિક પોલીસે મોટરસાયકલ પર જતાં બે ઇસમોને અટકાવ્યા હતા. પોલીસને એવી શંકા હતી કે આ મોટરસાયકલ ચોરી અથવા છળકપટથી લાવેલ છે. પોલીસે આ મોટરસાયકલના પુરાવા માંગ્યા હતા. જોકે આ પુરાવા તેમની પાસે ન હતા જેથી પોલીસે મોટરસાયકલ ચાલક વિમલેશ ઉર્ફે ગોલુ પ્રેમકુમાર ઠાકોર અને હરેશ ઇશ્વરભાઇ આત્મારામ દેવીપુજક(દાતણીયા)ની અટકાયત કરી હતી અને મોટર સાયકલ પર પણ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં આ મોટરસાયકલ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે વટવા પોલીસમાં એફઆઇઆર પણ દાખલ થયેલી છે જેથી પોલીસે આ બંનેને વટવા પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...