વ્યાજખોરો સામે સામે ફરિયાદ:નડિયાદમાં ઊંચા વ્યાજ બાબતે વધુ 4 સામે ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શન મોડમાં

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારના મોટા ઉપાડે ઝુંબેશના ભાગરૂપે નાણાં ધીરધાર બાબતે વધુ બે ફરિયાદો નડિયાદમાંથી જ પ્રકાશમાં આવી છે. ઊંચા વ્યાજની લાલચમાં વધુ 2 ફરિયાદોમાં 4 સામે ફરિયાદ દાખલ થઈ છે. નડિયાદ ટાઉન અને ગ્રામ્યમા આ સંદર્ભે ગુનો નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ સિક્યુરિટી ન હોવાના કારણે લોન મળી શકે તેવી સ્થિતિ નહોતી
નડિયાદ સિટીમાં પ્રકાશમાં આવેલ બનાવની વિગતો જોઈએ તો, શહેરના વ્હોરવાડ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય તોફીકભાઈ સુલેમાનભાઈ વાંકાવાલા પોતે કાપડની ફેરી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. નાણાંકીય ભીડના કારણે બેંક પાસેથી લોન મળી શકે તેવા તેમના પ્રયાસો હતા. પરંતુ તેમની પાસે કોઈ સિક્યુરિટી ન હોવાના કારણે લોન મળી શકે તેવી સ્થિતિ નહોતી. આ દરમિયાન તેમના મિત્ર દ્વારા તોફીકભાઈને માલુમ પડ્યું હતું કે, શહેરના બારકોશિયા રોડ પર શાલીમાર સોસાયટીમાં રહેતા તાહિર અબ્દુલરજાક ઇન્દોરી અને તોસીફ અબ્દુલરજાક ઇન્દોરી નાણાં ધિરધાર કરે છે. તેથી તોફીકભાઈ આ બંન્ને ભાઈઓને 25મી ડીસેમ્બરના રોજ મળ્યા હતા.

15 હજાર રૂપિયાનુ 10 ટકા વ્યાજ
તોફીકભાઈએ 15 હજાર રૂપિયા વ્યાજે માંગતા આ બંને ભાઈઓએ જણાવ્યું હતું કે, અમે તમને 15 હજાર રૂપિયા તો આપી દઈએ પણ તેનુ 10 ટકા વ્યાજ રહેશે. જેથી રોજના 300 લેખે કુલ 60 હપ્તા ચૂકવવાના રહેશે. જો એક પણ હપ્તો ચૂકવવામાં અસમર્થ રહેશો તો બીજા દિવસે ડબલ પૈસા ચૂકવવા પડશે તેવી શરતો નક્કી થઈ હતી. જોકે તોફીકભાઈએ ગુગલ પે મારફતે રોજ હપ્તા ચૂકવતા હતા. તો તે અંગેની પહોંચ માગતા સામેવાળી વ્યક્તિઓએ જણાવ્યું કે નાણા ધિરધારનું લાયસન્સ ન હોવાના કારણે અમે તમને પહોંચ આપશું નહીં.

નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી
જોકે આ વચ્ચે તોફીકભાઈનો કાપડનો ફેરીનો ધંધો મંદ ચાલતા તેઓ કેટલાક હપ્તા ચૂકવી શક્યા નહોતા. અને તે બાબતે આ તોફીકભાઈએ નાણા ધીરધાર કરનાર તાહિર અબ્દુલરજાક ઇન્દોરી અને તોસીફ અબ્દુલરજાક ઇન્દોરીને વિનંતી કરી હતી. પરંતુ આ બન્ને ભાઈઓએ તથા અન્ય સાહીલ ઉર્ફે કેરી સલીમભાઈ અલાદ (રહે.લાખી મસ્જિદ, નડિયાદ)એ ધાક ધમકી આપી અમને નાણા પરત મેળવવાના અન્ય રસ્તાઓ પણ આવડે છે તેમ કહી જબરદસ્તીથી કોરા ચેક પર સહી કરાવી દીધી હતી. આથી આ સંદર્ભે આજે તોફીક સુલેમાન વાકાવાલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

રૂપિયા 5 હજાર 20% ના વ્યાજે લીધા
અન્ય એક બનાવ નડિયાદ ગ્રામ્ય પંથકમાં સામે આવ્યો છે. નડિયાદના મંજીપુરા રોડ ઉપર જવાહર નગર વિસ્તારમાં જય મહારાજ સોસાયટીમા રહેતા જય કિશોરભાઈ દાદલાણીએ પોતાના પરિચિતમાં આવેલા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે પીન્ટુ સુરેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 5 હજાર 20% ના વ્યાજે લીધા હતા. આ સમયે એક મહિનાના વાયદે ઉછીના 5 હજાર રૂપિયા અને આ ઉપરાંત 20% નો વ્યાજ આપવાનું રહેશે તેવી શરતો સંજય ઉર્ફે પીન્ટુએ મુકી હતી.

નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ
જોકે આ ધિરાણ કરેલા નાણાંની મુદત પૂરી થયા બાદ પણ જય પાસે કોઈ વ્યવસ્થા ન થઈ હતી અને અને જયે આજ જેટલા રૂપિયા 2 હજાર આપવા ગયા હતા. તો સામેવાળી વ્યક્તિ સંજય ઉર્ફે પીન્ટુએ કહ્યું કે મૂડી ક્યાં છે. જેથી જયએ જણાવ્યું કે હાલ મારી પાસે નથી અને ફરી જે કંઈ વ્યાજ થશે તે વ્યાજ તથા મૂડી સાથેના નાણા તમને ચૂકત કરી આપીશ. આ બાદ આ અંગે ગતરોજ મંજીપુરા રોડ ઉપર આ સંજય ઉર્ફે પીન્ટુએ જય સાથે ઝઘડો કર્યો હતો અને વ્યાજ અને મુડી સહિત કુલ રૂપિયા 8 હજાર ચૂકવી આપવાનુ કહ્યું હતું. આથી આ સંદર્ભે આજે જય દાદલાણીએ ઉપરોક્ત નાણાં ધિરધાર કરનાર સંજય ઉર્ફે પીન્ટુ ઠાકોર નામના વ્યક્તિ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બંને ગુના સંદર્ભે પોલીસે નાણા ધિરધાર અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...