કાર્યવાહી:કપડવંજ આપઘાત પ્રકરણમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુરાવા એકત્રિત થયા બાદ પગલાં લેવાશે

કપડવંજમાં રહેતી સત્તર વર્ષીય યુવતીએ ગત એક અઠવાડિયા અગાઉ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુરુવારની મોડી રાતે દિકરીની માતાની ફરિયાદ આધારે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ શહેરમાં રહેતી 17 વર્ષીય દિકરીની માતા તેના ભાઈનું સર્ટી લેવા માટે શાળાએ જતા દીકરી તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એ.ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાના 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ એ. આર. ચૌધરી નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ બનાવ અંગે હાલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોપીઓને શોધી લાવવા અંગે જુદી જુદી ટીમ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...