પરિણીતા પર ત્રાસ:ખેડાની યુવતીને ઘર કામકાજ બાબતે માનસિક ત્રાસ આપી સાસરીમાંથી તગેડી મૂકી, સાસરીયા સામે પોલીસ ફરિયાદ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખેડાના ચાંદણા ગામની યુવતી પોતાના સાસરીયાઓના અત્યાચારનો ભોગ બનતા પિયરમાં આવી પોતાના પતિ, જેઠ, જેઠાણી અને સાસુ સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ઘરના કામકાજ બાબતે માનસિક ત્રાસ ગુજારી પીડીતાને સાસરીમાંથી તગેડી મૂકી હતી.
ઘરકામ બાબતે ભુલો કાઢી પરિણીતા સાથે ઝઘડો કરતા
ખેડા તાલુકાના ચાંદણા ગામે રહેતી 23 વર્ષિય લઘુમતી સમાજની યુવતીના લગ્ન દોઢ વર્ષ અગાઉ સમાજના રીતી રીવાજ મુજબ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાનો શરૂઆતનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં પતિ, સાસુ, જેઠ અને જેઠાણી એમ ચારેય લોકો ઘરકામ બાબતે ભુલો કાઢી તેણીની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેના કારણે પરિણીતા કંટાળી પોતાના પિયરમાં આવી ગઈ હતી. તો આ તમામ લોકો ત્યાં આવીને પણ કકળાટ કરવા લાગ્યા હતા. જોકે, સમાજના આગેવાનોએ બન્ને પક્ષે સમાધાન કરાવી પરિણીતાને સાસરે મોકલી હતી.
​​​​​​​​​​​​​​પોલીસે આઈપીસી 498A, 504, 114 મુજબ ગુનો નોંધ્યો
સમાધાન બાદ થોડો સમય સારુ રાખ્યા બાદ ફરીથી આ ચારેય જણાએ ઘરકામ બાબતે પરિણીતા સાથે ઝઘડો કરવા લાગ્યાં હતા અને કહેતા કે અમે તને ઘરનું કામ કરવા માટે જ લાવ્યાં છે , તેમ કહી સાસરીયાના લોકો પુત્રવધુ પર ત્રાસ વર્તાવતા હતા. ગત 14મી નવેમ્બરના રોજ તેણીને પહેરેલા કપડે સાસરીના લોકોએ તગેડી મૂકી હતી. આથી બેબાકળી બનેલી પરિણીતા પોતાના પિયર ચાંદણા આવી હતી અને આજે સમગ્ર મામલે ન્યાય મેળવવા પીડીતાએ ખેડા ટાઉન પોલીસમા પોતાના પતિ, જેઠ, જેઠાણી અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 504, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...