રહીશો ચેતજો:નડિયાદમાં જાહેરમાં કચરો ફેંકતા 21 લોકો સામે પોલીસ ફરિયાદ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 કર્મચારીઅોની ટીમનું સતત સર્વેલન્સ

નડિયાદ શહેરમાં જાહેરમાં કચરો નાખતા ઈસમો સામે પાલિકાના સેનેટરી વિભાગે દંડાત્મક અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાના સેનેટરી વિભાગના 10 થી વધુ માણસોની ટીમ સમગ્ર શહેરમાં ફરી જાહેરમાં કચરો નાખતા ઈસમો પર નજર રાખી રહી છે. જેના ફોટા પાડી 15 દિવસમાં 21 લોકો સામે પોલીસ ફરિયાદ કરાઇ છે.

સમગ્ર મામલે ઈચા.ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ જાહેરમાં કચરો નાખતા કેમેરામાં ઝડપાઈ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ રહી છે. જેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાય તેણે પોલીસ સ્ટેશન અથવા કોર્ટમાંથી જામીન લેવા પડે છે. તેમજ રૂ.500 દંડ અને કોર્ટ રાહે કાર્યવાહી થાય છે.

અન્ય સમાચારો પણ છે...