તપાસ:નડિયાદ રેલ્વના કોમર્શિયલ ઇન્સ્પેક્ટરના બિયર ટીન સાથેના ફોટા વાયરલ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને કારણે બોલી શકતા ન હોવાનું રટણ

નડિયાદ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા દિનેશ ભોઈ ઓફિસમાં ટીન સાથે બેઠા હતા. તે સમયના ફોટા વાયરલ થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ રેલ્વે સ્ટેશન બુકિંગ ઓફિસ, ઇન્કવાયરી ઓફિસ ટિકિટ રિઝર્વેશન અને ઉત્તરસંડા ગેરતપુરનું મેનેજમેન્ટ કરતા ડીસીએમઆઇ ડિવિઝનના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ ભોઈ ચાલુ નોકરીએ પોતાના ટેબલ પર બિયરના ટીન રાખી કામગીરી કરતા હોવાનું વાયરલ ફોટોમાં જણાઈ આવે છે. આ અંગે દિનેશભાઇનો અકસ્માત થયો હોવાથી મોઢાના ભાગે ઇજા પહોંચી હતી.જેથી તેમના બોલી શકાતું નથી. વાયરલ ફોટા અંગે મને કોઇ જાણ નથી.રેલ્વે સ્ટેશનની ઓફિસમાં જાહેરમાં બિયરના ટીન સાથેના ફોટા વાયરલ થતા ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.

અન્ય સમાચારો પણ છે...