કલેક્ટરને રજૂઆત:ખેડા પંથકમાથી પસાર થતી સાબરમતી નદી કાંઠે સંરક્ષણ દિવાલ ન બનતાં 5 ગામના લોકોને હાલાકી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા તાલુકાના સાબરમતી નદી કાંઠે આવેલા 5 જેટલા ગામના ખેડૂતોએ નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા માંગણી કરતું કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. અને જો 15 દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો નદી કિનારે 500થી વધુ ખેડૂતો એકઠા થઇને પ્રતીક ઉપવાસ કરશે‌ તેવી ચિમકી ઉચ્ચારી છે.

પાણી છોડાતા પરિસ્થિતિ બે કાબુ બને છે
કલેકટર કે.એલ.બચાણીને આપવામાં આવેલા આવેદનપત્રમા જણાવાયું છે કે, ખેડા તાલુકાના કલોલી, નાની કલોલી, પથાપૂર, ગોકુળપુરા, રઢુ, આ ગામો સાબરમતી નદીના કિનારે આવેલા છે નદીના વહેણ આ ગામની નજીકમાં વહેવા લાગ્યા છે.અને ચોમાસા દરમ્યાન પાણીના પુર આવવાના કારણે અને વધુ વરસાદ પડવાથી આ દરમ્યાન ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે આ પુરના પાણી અમારા ગામોમાં-ખેતરોમાં-સીમાડામાં સીધા જ આવી જાય છે.

પથાપુરા ગામથી 50 મીટરના અંતરેથી નદી
આ ગામોની જમીનોમાં રોપણી કરેલા હજારો વિઘા પાકને પારાવાર નુકશાન થાય છે.સાથે જમીનો પણ પાણીના વહેણના લીધે ધોવાણ થઈ જાય છે.જે દર વર્ષે વધતુ જાય છે.વધુમાં જણાવવાનુ કે છેલ્લા દસ વર્ષના સમય ગાળામાં પોતાની માલીકીના ખેડુતોની 200 વિઘા જેટલી જમીનો ધોવાણ થઈ સાબરમતી નદીમાં સમાય ગઈ છે.વધુ ચીંતાજનક બાબત એ છે કે નાની કલોલી અને પથાપુરા ગામથી 50 મીટરના અંતરેથી સાબરમતી નદી હાલ પસાર થઈ રહી છે.અને આવનાર વર્ષોમાં જો આ પ્રમાણેની પરીસ્થીતી રહી તો આ બન્ને ગામોનો નદીમાં સમાવેશ થાય તેવી પરીસ્થીતી ઉભી થઈ શકે તેમ છે. માટે આ વિસ્તારમાં ગોકુળપુરા સીમથી પથાપુરાની સીમ સુધી સરકાર ઘ્વારા સંરક્ષણ દિવાલ નદી કાંઠે બનાવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.

આંદોલનની ચીમકી
વધુમા જો આ મામલે 15 દિવસમા જ ઉકેલ નહી આવે તો આ ઉપરોકત ગામના 500થી વધુ ખેડુતો નદીના કાંઠે (સાબરમતી) ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...