ફાગણી પૂનમે ડાકોરમાં ભરાતા મેળાને લઈને પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. અમદાવાદથી ડાકોર તરફના માર્ગો પદયાત્રીઓની ચહલ પહલ થી ધમધમી ઉઠ્યો છે. 5 લાખથી વધુ સંખ્યામાં આવતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડે પગે છે.
આરોગ્ય વિભાગ દ્વારા 53 કિમીના આ રૂટ પર 9 પોઈન્ટ ગોઠવ્યા છે. જેમાં 270 થી વધુ કર્મચારીઓ સેવા માટે હાજર રહેશે. તેમજ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ અને ડાકોર શહેરમાં 2 હજાર થી વધુ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કર્યા છે. આ માર્ગ પર 300 થી વધુ નાના-મોટા ટેન્ટ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પદયાત્રીઓને ખાવા, પીવા અને અારામ સહિતની સેવા મળશે.
ખેડા જિલ્લાના પ્રવેશ દ્વાર રાસ્કાથી ડાકોર તરફ આવતા ભક્તોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલ પ્રત્યેક કેમ્પમાં ડોક્ટર સહિત કુલ 4 માણસોની ટીમ હાજર હશે. કોઈપણ પદયાત્રીને પડતી શારીરિક તકલીફ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર અને દવા આપવામાં આવશેે.
જ્યારે ફાગણી પૂનમ ના 3 દિવસ ડાકોર મંદિર ની અંદર, બહાર અને ડાકોર સિવિલ હોસ્પિટલ ખાતે પણ રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય વિભાગનો સ્ટાફ કાર્યરત રહેશે. તો બીજી તરફ પોલીસ વિભાગની વાત કરીયે તો 2 હજારથી વધુ પોલીસ કર્મચારી પદયાત્રાના રૂટ અને ડાકોર શહેરમાં બંદોબસ્ત કરશે. 53 કિમીના માર્ગ પર મહેમદાવાદ, મહુધા અને ડાકોર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે.
20થી વધુ ફરતી મોબાઇલવાન સેવા
ફાગણી પૂનમના મેળામાં લાખો પદયાત્રિકો અમદાવાદ પંથકમાં પગપાળા આવે છે.ત્યારે તેઓની સેવામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા મફત છાસ, ફળફળાદી અને આઇસ્ક્રીમ સહિતનું વિતરણ કરવામાં રસ્તામાં કરવામાં આવે છે.જેમાં નેનપુર, કનીજ, અમદાવાદ સહિતની સંસ્થાઓ દ્વારા વાહનો સતત 24 કલાક પદયાત્રિક માર્ગ પર ફેરવામાં આવે છે.
આરોગ્યની ટીમો દ્વારા પદયાત્રિકોની સેવા કરાશે
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ પદયાત્રિક માર્ગ 9 વધુ જગ્યાએ કેમ્પ ઉભા કરાયા છે. જેમાં પદયાત્રિકો પગ દુ:ખતા હોય તો પગે માલિશ કરવા માટે સ્પેશીયલ ટીમ સિહુંજ અને મહેમદાવાદ કેમ્પ રાખવામાં આવે છે. તેમજ કોઇ બીપી હાઇ થઇ જાય તો તાત્કાલિક સારવાર આપવા માટે જરૂરી તમામ દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવે છે. પગે ફોલ પડયા હોય તો લેપ લગાવી આપવામાં આવે છે.
સેવાભાવી કેમ્પમાં કેવી કેવી મળે છે સગવડ
મહેમદાવાદના રાસ્કાથી ડાકોર ના 53 કિમી.માં 300 થી વધુ સેવાભાવી કેમ્પો,ભંડારા અને વિસામા સંસ્થાઅો શરૂ કર છે. જેમાં પદયાત્રીઓને આરામ કરવા ગાદલા, ચ્હા, નાસ્તો, ફળ ફળાદી, જ્યુસ, જમવાની સગવડ, નહાવા-ધોવાની સગવડ જેવી અનેક પ્રકારની સગવડો આપવામાં આવે છે. કેટલાક મોટા કેમ્પમાં તો રાત્રીના સમયે ગરબા અને વિવિધ સ્પર્ધાઓના કાર્યક્રમો પણ યોજાતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.