અકસ્માત:રાહદારીને કારે અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા-નડિયાદ રોડ પર ગેબનશાહ દરગાહ પાસેની ઘટના

ખેડા-નડિયાદ રોડ ઉપર આવેલ ગેબનશાહ દરગાહ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ચાલતા જતા વ્યક્તિને એક ગાડીના ચાલકે અડફેટ મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા મોત નિપજયુ હતુ.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામજીમંદિર મુવાડામાં રહેતા શૈલેષકુમાર પટેલના લગ્ન ખેડા થયા હતા. તેની સાથે તેનો સાળો જીતેન્દ્રભાઇ છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. તા.31 મે ના રોજ સવારે શૈલેષકુમાર,તેમના પત્ની અને સાળો જીતેન્દ્ર ખેડા આવ્યા હતા. બપોરના સમયે જીતેન્દ્રભાઇ ખેડા-નડિયાદ રોડ ઉપર આવેલ ગૈબનશાહ દરગાહ પાસેથી ચાલીને જતા હતા તે સમયે જી.જે.07 ડીડી 8085ના ચાલકે તેની ગાડી જીતેન્દ્રભાઇ અડફેટ મારતા ગંભીર રીતે ઘવાયા હતા.

આ બાદ ગંભીર રીતે ઘવાયેલા જીતેન્દ્રભાઇને તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ખેડા ચોકડી પાસે પહોંચતા જીતેન્દ્રભાઇ કશું બોલતા ન હોવાથી પરત ખેડા સિવિલ લઇને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...